ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા 14 ઓગસ્ટના રોજ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસના જવાનો માટેની આર્થિક પેકેજ જાહેર (Gujarat Home Minister Introduced Economic package ) કર્યું હતું. જેને અત્યારે 10 દિવસથી વધુનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે કોઈપણ પ્રકારનો જીઆર કર્યો ન હોવાના કારણે તેઓને આવનારા મહિને એટલે કે સપ્ટેમ્બર માસમાં તેમને વધારાનો આર્થિક ફાયદો થશે નહીં. જુના પગારમાં જ તેઓએ એક મહિનો કાઢવો પડે તેવી પરિસ્થિતિ સામે આવશે.
આ પણ વાંચો કેજરીવાલની દસ્તક બાદ 15 ઓગસ્ટ પર ગુજરાત પોલીસને મળી શકે છે મોટી ભેટ
પોલીસ વિભાગ માટે વાર્ષિક 550 કરોડનું પેકેજ મંજૂર કર્યું રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 14 ઓગસ્ટના રોજ સુરતમાંથી પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂપિયા 550 કરોડનું પેકેજ (Gujarat Police grade pay list ) મંજૂર કર્યું હોવાનું જણાવ્યું હતું. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ પરિવારના લોકરક્ષકથી લઈ ASI સુધીના કર્મચારીઓની વિવિધ માંગણીઓ (Gujarat Police ASI grade pay) પર વિચારણા કરવા માટે ગૃહ વિભાગ દ્વારા 28 ઓક્ટોબર 2021ના રોજ અધિકારીઓની સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ વિવિધ રજૂઆતોનો (PSI grade Pay in Gujarat ) આ સમિતિ દ્વારા તલસ્પર્શી અભ્યાસ કરીને સમિતિની ભલામણ સહિતનો આખરી અહેવાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને 30 એપ્રિલ 2022ના રોજ સુપ્રત કરવામાં આવ્યો હતો. રાજય સરકારના નિર્ણયથી આ પોલીસકર્મીઓને વાર્ષિક 64,000 થી 96,000 સુધીનો પગાર વધારો મળશે.
કર્મચારીઓ રાહ જોવી પડશે રાજ્ય સરકાર દ્વારા પોલીસનું આંદોલન અને વિરોધને ફાળવવા માટે 14 ઓગસ્ટના દિવસે જ પોલીસ માટેનું આર્થિક પેકેજની જાહેરાતો કરી દીધી હતી, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની નાણા વિભાગ અને ગૃહ વિભાગનો પરિપત્ર (Home Department circular) બહાર પાડવામાં આવ્યો ન હોવાની માહિતી પણ સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે. હજુ પણ પોલીસ કર્મચારીઓને આર્થિક ફાયદો મેળવવા માટે ઘણી રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે મળતી માહિતી પ્રમાણે આ તમામ પોલીસ કર્મચારીઓ કે જેઓને આર્થિક લાભ થશે તેઓને દિવાળીની આસપાસ આર્થિક લાભ મળતો થાય તેવી પણ શક્યતાઓ છે.
કેજરીવાલની જાહેરાતથી સરકારે કરી વહેલી જાહેરાત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને પોલીસ ગ્રેડ પે મુદ્દો (Kejriwal Gujarat Police Grade Pay Issue) છેડ્યો હતો. ત્યારથી જ પોલીસ જવાનોના સોશિયલ મીડિયાના સ્ટેટસ પર અરવિંદ કેજરીવાલ જોવા મળ્યા (Police Jawan Social Media Status Arvind Kejriwal) હતા. રાજ્ય સરકાર સફાળી જાગીને તાત્કાલિક ધોરણે 14 ઓગસ્ટના દિવસે જ કેજરીવાલની જાહેરાત બાદ સરકારે જાહેરાત કરી હતી કે સરકાર હજુ પણ મોડે જાહેરાત કરવાની હતી. કેજરીવાલની જાહેરાત થયા બાદ સરકારે તાત્કાલિક ધોરણે જાહેરાત કરવાનો નિર્ણય પણ કર્યો હતો.