ETV Bharat / city

PM Modi visits Gujarat : નવસારીમાં વિકાસનો થનગનાટ, હોસ્પિટલ, કોલેજ માટે જવું નહિ પડે દુર - PM Modi visits Navsari

વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર પંથ ખેડયા બાદ હવે નવસારીની (PM Modi visits Navsari) વિસ્તારની મુલાકતે લેવાના છે. નવસારીમાં અંદાજે 3050 કરોડના વિકાસ કાર્યો, લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવા વિવિધ કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન (Navsari PM Modi Program) મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય કેટલાક વડાપ્રધાન મોદીના (PM Modi visits Gujarat) કેટલા કાર્યક્રમો જૂઓ..

PM Modi visits Gujarat : નવસારીમાં વિકાસનો થનગનાટ, હોસ્પિટલ, કોલેજ માટે જવું નહિ પડે દુર

author img

By

Published : Jun 9, 2022, 3:21 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 10 મી જૂનના રોજ નવસારી (PM Modi visits Navsari) ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થનાર છે. પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ 3050 કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત 900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, 650 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને અંદાજીત 1500 કરોડના વિવિધ વિકાસ (PM Modi visits Gujarat) કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. જ્યારે નવસારી ખાતે અંદાજે 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.

હોસ્પિટલ, કોલેજ
હોસ્પિટલ, કોલેજ

નવસારી હોસ્પિટલ, કોલેજ - નવસારી ખાતે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (Dedication of Hospital in Navsari) કેમ્પસ વિશાળકાય જગ્યામાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ થવા જઈ રહ્યું છે. અંદાજીત 1.50 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે. મળતી માહિતી મુજબ જેમાં 23 હજાર સ્ક્વેર મીટરમાં મેડિકલ કોલેજ, જ્યારે 65 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ થનારી મેડિકલ કોલેજમાં 4 લેક્ચર થીયેટર હશે. જે ઓડિયો-વીડિયો ડિજિટલ સેવાથી સજ્જ હશે. જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડિજિટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહશે. સ્કીલ લેબોરેટરીના પરિણામે સ્ટુડન્ટ્સની સંશોધન ક્ષેત્રની પ્રવૃતિઓને વેગ મળશે. શિક્ષણ સાથે સ્પોર્ટ્સના અભિગમ સાથે મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટ્સ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટ કાઉન્સીલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેડિકલ કોલેજ
મેડિકલ કોલેજ

આ પણ વાંચો : PM Modi Gujarat Visit : 10 જૂને સમરસતા સંમેલન ઉપરાંત કયા કયા છે કાર્યક્રમ તે જાણો

હોસ્ટેલની સુવિધા - મેડિકલ કોલેજ કેમ્પસમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને (Medical College in Navsari) રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા 330 કેપેસીટીની બોય્સ અને 330 કેપેસીટીની ગર્લ્સ હોસ્ટેલ પણ કેમ્પસમાં જ નિર્માણ પામશે. મળતી માહિતી મુજબ કેમ્પસમાં નિર્માણ પામનાર નવીન હોસ્પિટલમાં 450 પથારીની સુવિધા ઉપલબ્ધ બનતા હોસ્પિટલની કુલ બેડ ક્ષમતા 511 થશે. જેમાં 4 મોડ્યુલર ઓપરેશન થીયેટર સાથેના કુલ 7 ઓપરેશન થીયેટર કાર્યરત થશે. 22 ઓ.પી.ડી. ક્લીનીક સેવાઓ ઉપલબ્ધ થશે. તદ્ઉપરાંત નવીન હોસ્પિટલ સંપૂર્ણપણે CCTV સુવિધાથી સજ્જ, અલાયદુ ઇમરજન્સી કેર સેન્ટર, સાથેની તમામ માળખાગત અને જરૂરી સેવાઓ અને સુવિધાઓ નવીન (Navsari PM Modi Program) હોસ્પિટલમાં કાર્યરત થનાર છે.

આ પણ વાંચો : PM Modi visit Vadodara : વડાપ્રધાન મોદીના રોડ શોના રુટમાં થયો ફેરફાર, તૈયારીઓનું નિરીક્ષણ કરાયું

પહેલા ફક્ત 8 મેડીકલ કોલેજ હતી ગુજરાતમાં - ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002 પહેલા ગુજરાતમાં ફક્ત 8 મેડિકલ કોલેજ હતી. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓને ગુજરાત અને દેશ બહાર શિક્ષણાર્થે જવું પડતું પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં 31 જેટલી સરકારી અને ખાનગી મેડિકલ કોલેજ કાર્યરત બની છે. રાજ્ય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. જેના પરિણામ સ્વરૂપ આ વર્ષે સમગ્ર રાજ્યમાં નવસારી, રાજપીપળા(નર્મદા), ગોધરા(પંચમહાલ), મોરબી અને પોરબંદર ખાતે નવીન મેડિકલ કોલેજ ટૂંક સમયમાં નિર્માણ પામનાર છે. જેમાં પ્રત્યેક કોલેજ દીઠ 100 બેઠકની ફાળવણી કરવામાં આવશે. જે માટે અંદાજીત રૂ.2250 કરોડનું આયોજન હાથ ધરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.