ગાંધીનગર : રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા મગફળી કાંડની તપાસ કરતી કમિટીને રાજય સરકાર કરોડો રૂપિયાની બજેટની ફાળવણી કરી છે.બે વર્ષ આગાઉ રાજય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી અને તે મગફળીમાં 4 ગોડાન લાગેલી આગ મામલે વિપક્ષે સરકારને ઘેરીને કૌભાંડ કર્યું હોવાનો દાવો કર્યો હતો અને ત્યારબાદ સરકાર સીઆઈડી કાઈમને તપાસ સોંપીને નિવૃત જજની કમિટી રચી હતી.
મગફળીકાંડ : વધુ તપાસ માટે સરકારે રૂ. 1.32 કરોડની ફાળવણી કરી બે વર્ષ આગાઉ રાજય સરકારે સૌરાષ્ટ્રમાં મોટા પાયે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરી હતી,અને ટેકાના ભાવે ખરીદી મગફળી સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં આવેલા સરકારી ગોડાઉનમાં મગફળી એકઠી કરવામાં આવી હતી અને આ ચારેય ગોડાઉનમાં વારંવાર ફરતી આગ લાગી હતી. જેના કારણે કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી.ત્યાર બાદ વિપક્ષે સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં હતાં અને સમગ મામલે વિધાનસભામાં સરકારને ઘેરવામાં આવી હતી જેના કારણે સરકાર સમગ મગફળી કાંડ મામલે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપી હતી. સીઆઈડી ક્રાઈમ કુલ 189 આરોપીની ધરપકડ કરી હતી અને સરકાર સીઆઈડી ક્રાઈમની તપાસ બાદ ગુજરાત હાઇકોર્ટેના નિવૃત જજની અધ્યક્ષતા હેઠળ એક તપાસ પંચની નિમણૂક કરી હતી.મગફળીકાંડ : વધુ તપાસ માટે સરકારે રૂ. 1.32 કરોડની ફાળવણી કરી
રાજય સરકારે તપાસ પંચ નીમીને પંચને તપાસ માટે ઓછી રકમ ફાળવી હતી પરંતુ આજે સરકાર સતાવર જાહેરાત કરીને મગફળી કાંડની તપાસ કરી રહેલ કમિટી ને 1.32 કરોડની બજેટ ફાળવાની જાહેરાત કરી છે. પંચના અભ્યાસ મુજબ હજુ આ તપાસ લાંબી ચાલી શકે તેમ છે. જેના કારણે સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરતાં સરકારે તપાસમાં કોઈકસર બાકી ન રહી જાય તે માટે કમિટીને વધુ નાણાં ફાળવવાની જોગવાઈ કરાઈ છે.