ગાંધીનગર : રાજ્યના પવિત્ર યાત્રાધામ પાવાગઢની કાયાપલટ કરવાનું રાજ્ય સરકાર(Pavagadh Temple Development Project) દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પાવાગઢ મંદિરના કરોડો રૂપિયાના ખર્ચે સરકાર કામગીરી હાથ ધરી છે. આમ, 125 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટ પાવાગઢ તૈયાર થઈ રહેલો છે. મંદિરે આવનારા દર્શનાર્થીઓ કોઈ તકલીફે વગર સીધા મંદિરના (Pavagadh Mandir Steps) પગથિયે જ પહોંચશે...! તો જુવો કેવું છે સરકારનું આયોજન, સાંભળીએ પ્રવાસન યાત્રાધામ કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદીના શબ્દોમાં.
મંદિરનો વ્યાપ વધારવામાં આવશે - પાવાગઢ મંદિરના વિકાસ બાબતે રાજ્ય સરકારના યાત્રાધામ અને પ્રવાસન કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ (Cabinet Minister Purnesh Modi) જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રિમાં હું પાવાગઢ મંદિર દર્શન કરવા ગયો હતો. ત્યારે ખૂબ (Pavagadh Temple Devotees) ઘણી ભીડ હતી અને દિવસેને દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 125 કરોડથી વધુના ખર્ચે મંદિરનો વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ અત્યારે જે મંદિર છે તેનો વ્યાપ વધારવામાં આવશે. તેમજ સમગ્ર કાયાપલટ કરીને મંદિરને એક નવો જ લુક આપવામાં આવશે.
આ પણ વાંચો : પાવાગઢ મહાકાળી મંદિરને મળ્યું સવા કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન
કેવા પ્રકારનું છે આયોજન - કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, પાવાગઢ મહાકાળી મંદિર સમગ્ર કાયાપલટ કરી નવો લોકો તૈયાર કરવામાં આવશે. ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે. સાથે જ જ્યાં મંદિર છે તેની બાજુમાં 200 ફૂટ ડુંગર છે તે ડુંગરને કાપીને તેમાં લિફ્ટનું આયોજન છે. આમ 75 ફૂટ સુધીનું આયોજન કરી શકાશે અને લીફટમાંથી (Pavagadh Temple Lift) શ્રદ્ધાળુઓ નીકળશે અને તેઓ સીધા જ મંદિરે પહોંચે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે અત્યારે પાવાગઢ મંદિરના રૂપે 350 પગથીયા સુધી જ કાર્યરત છે. ત્યારે ફેસ જૂનું કાર્ય કરીને મંદિર સુધી એરોપ્લેનનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરની આજુબાજુમાં આવેલા ત્રણ ડુંગર પર હેલિપેડની સુવિધા, વોક વેની સુવિધા પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : અંબાજી, પાવાગઢ અને ગિરનારમાં ચાલતા રોપ-વેમાં નિઃશુલ્ક મુસાફરી
બાળકો, મહિલાઓ, વૃદ્ધો માટે વ્યવસ્થા - કેબિનેટ પ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પ્રવાસન સ્થળ ઉપર આવનારા દિવસોમાં નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધો માટે અલગ વ્યવસ્થા (Pavagadh Temple Arrangement) કરવામાં આવશે. શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના તમામ પ્રવાસન ધામમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે દર્શન કરવાની અલગ વ્યવસ્થા અને પણ કરવામાં આવશે. જેથી કોઈપણને તકલીફ પડે નહીં. આ ઉપરાંત તમામ પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર 24 કલાક સ્વચ્છતા CCTV સર્વેલન્સ અને વાઇ-ફાઇની સુવિધા પણ આપવામાં આવશે..