ETV Bharat / city

આંદોલનકારી નેતાઓ સરકારના ખોળે બેસી જતા ઉમેદવારોને લોલીપોપ, SITની કરી રચના - Non-secretarial clerk

ગાંધીનગર: બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ સાથે બે દિવસથી ચાલતા આંદોલનમાં નવો જ વળાંક આવી ગયો છે. સરકાર સાથેના વાટાઘાટા બાદ SITની રચના કરાતા આંદોલનના નેતાઓ પ્રદર્શન સમેટવા તૈયાર થઈ ગયા હતા. જો કે, ઉમેદવારોએ SITની રચનાને લોલીપોપ ગણાવી પ્રદર્શન યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આંદોલનનો ચહેરો ગણાતા યુવરાજસિંહ સહિતના નેતાઓ ગુરૂવારે દિવસ દરમિયાન કલેક્ટરને ત્રણ વખત મળ્યા હતા. જ્યારે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે પ્રેસ કોન્ફરન્સ કર્યો બાદ તમામ આંદોલનકારી નેતાઓ સરકારના ખોળે બેસી જતા ઉમેદવારોને લોલીપોપ મળી હતી.

Paresh Dhanani and Amit Chawda came in support of the candidates
આંદોલનકારી નેતાઓ સરકારના ખોળે બેસી જતા ઉમેદવારોને લોલીપોપ, SITની કરી રચના
author img

By

Published : Dec 5, 2019, 11:48 PM IST

Updated : Dec 5, 2019, 11:59 PM IST

બે દિવસથી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની એકમાત્ર માગને લઇને ચાલી રહેલા આંદોલનમા આજે પંચર પડ્યું હતું. ગુરૂવારના દિવસે ત્રણ વખત ગાંધીનગર જિલ્લા SP ગાંધીનગર રેન્જ IG અને કલેક્ટર દ્વારા સતત આંદોલનકારી નેતાઓને સાથે રાખીને બેઠકો કરવામાં આવી હતી.

સાંજે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉમેદવારોના પ્રતિનિધિ યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, હાર્દિક પ્રજાપતિ, ભાવસિંહ સરવૈયાને સાથે રાખી SITની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જો કે, સવારથી જ ચાલતા વાટાઘાટાને પગલે યુવરાજસિંહ સહિતના લોકોએ ઉમેવાદરો સમક્ષ SITની જાહેરાત અને 10 દિવસમાં પરિણામની વાત કરી આંદોલન સમેટવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ઉમેદવારોએ SITને લોલીપોપ ગણાવી આંદોલન યથાવત જ રાખ્યું છે.

પાટનગરમાં આંદોલન યથાવત

ઉમેદવારોના નેતા બનેલા યુવરાજસિંહ જાડેજા મીડિયા સામે જવાબ પણ આપી શક્યા ન હતા અને પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ કર્યા બાદ રફૂચક્કર થઇ ગયા હતા. આંદોલન મુદ્દે ઉમેદવારોના નેતાઓનું સરકારના નિર્ણય તરફનું હકારાત્મક વલણ અને ઉમેદવારોના વિરોધને જોતા પોલીસ દ્વારા આ ચારેય નેતાઓને કલેક્ટર કચેરીથી મીડિયા અને લોકોની નજરથી બચાવીને લઈ જવાયા હતા. તો બીજી તરફ પ્રદર્શનમાં બેઠેલા ઉમેદવારોની સંખ્યા પણ રાત્રે અડધી થઈ ગઈ હતી. આંદોલનકારી નેતાઓ ફૂટી ગયા હોવાની ઉમેદવારોમાં ચર્ચા વહેતી થઈ હતી. બીજી તરફ આંદોલન કરી રહેલા ઉમેદવારોએ પોતાનુ વલણ એક જ રાખ્યું હતું અને જ્યાં સુધી પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ જ રહેશે તેવું આહવાન કર્યું હતું.

ગત બે દિવસથી પ્રદર્શન કરી રહેલાં ઉમેદવારોએ આંદોલન રાજકીય રંગ ન પકડે તે માટે ખાસ ધ્યાન રાખ્યું હતું. જેને પગલે હાર્દિક પટેલ પોતાના સમર્થકો સાથે પહોંચ્યો ત્યારે રીતસરની ધક્કામુકી કરી મુકી હતી. બીજી તરફ તેઓના સમર્થનમાં પહોંચેલા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પક્ષની રીતે નહીં વ્યક્તિગત રીતે સમર્થન આપવા અપીલ કરી હતી. ગુરૂવારની મોડી રાત્રે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા તો પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગુરૂવારે બે વખત પહોંચ્યા હતા સવારે ચર્ચા કર્યા બાદ પક્ષના નેતા પરેશ ધાનાણીની સાથે અમિત ચાવડા પણ પહોંચ્યા હતા અને તેમણે ઉમેદવારોને નિરાશ નહીં થવા અને તેમની સાથે જ હોવાની વાત કરી હતી

સરકારે SITની રચના કરી છે, જેમાં ચેરમેન તરીકે સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દયાનીની નિમણૂંક કરી છે. જ્યારે સભ્ય તરીકે IPS મનોજ સાધારણ IPS મયંકસિંહ ચાવડા અને સભ્ય સચિવ તરીકે સામાન્ય વહીવટ વિભાગના જલવંત ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી છે. ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, SIT દસ દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરશે. સવાલ એ થાય કે, દસ દિવસમાં રાજ્ય માંથી મળેલી 40 જેટલી ફરિયાદો અને CCTV કેમેરા કેવી રીતે તપાસ કરશે ?

Intro:હેડ લાઈન) આંદોલનકારી નેતાઓ સરકારના ખોળે બેસી જતા ઉમેદવારોને લોલીપોપ, SITની રચના કરી

ગાંધીનગર,

બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે બે દિવસથી ચાલતા આંદોલનમાં નવો જ વળાંક આવી ગયો છે. સરકાર સાથેના વાટાઘાટા બાદ એસઆઈટીની રચના કરાતા આંદોલનના નેતાઓ પ્રદર્શન સમેટવા તૈયાર થઈ ગયા હતા જોકે ઉમેદવારોએ એસઆઈટીની રચનાને લોલીપોપ ગણાવી પ્રદર્શન યથાવત જ રાખ્યું છે. આંદોલનનો ચહેરો ગણાતા યુવરાજસિંહ સહિતના નેતાઓ ગુરવારે સવારથી સાંજ સુધી ગાંધીનગર કલેક્ટરને ત્રણ વખત મળ્યા હતા. ત્યારે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે પ્રેસ કોન્ફરન્સ કરતા આ તમામ આંદોલનકારી નેતાઓ સરકારના ખોળે બેસી જતા ઉમેદવારોને લોલીપોપ મળી હતી.જ્યારે એસઆઈટીની રચના કરી હોવાની માહિતી આપી હતી.Body: દિવસથી બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા રદ કરવા ની એકમાત્ર માંગને લઇને કરવામાં આવી રહેલા આંદોલનમા આજે પંચર પડ્યું હતું ગુરુવારના દિવસે ત્રણ વખત ગાંધીનગર જિલ્લા એસપી ગાંધીનગર રેન્જ આઇજી અને કલેકટર દ્વારા સતત આંદોલનકારી નેતાઓને સાથે રાખીને બેઠકો કરવામાં આવી હતી
જે બાદ સાંજે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉમેદવારોનો પ્રતિનિધિઓ યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, હાર્દિક પ્રજાપતિ, ભાવસિંહ સરવૈયાને સાથે રાખી એસઆઈટીની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જોકે, સવારથી જ ચાલતા વાટાઘાટાને પગલે યુવરાજસિંહ સહિતના લોકોએ ઉમેવાદરો સમક્ષ એસઆઈટીની જાહેરાત અને 10 દિવસમાં પરિણામની વાત કરી આંદોલન સમેટવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, અનેક ઉમેદવારોએ એસઆઈટીને લોલીપોપ ગણાવી આંદોલન યથાવત જ રાખ્યું હતું. Conclusion:ઉમેદવારોના નેતા બનેલા યુવરાજસિંહ જાડેજા મીડિયા સામે જવાબ પણ આપી શક્યા ન હતા અને પ્રેસ કોન્ફરન્સ પુરી થયા બાદ છાનામાના ભાગી ગયા હતા. આંદોલન મુદ્દે ઉમેદવારોના નેતાઓનું સરકારના નિર્ણય તરફનું હકારાત્મક વલણ અને ઉમેદવારોના વિરોધને જોતા પોલીસ દ્વારા આ ચારેય નેતાઓને કલેક્ટર કચેરીથી જ કોઈ મીડિયો-લોકોની નજરથી બચાવીને ક્યાંક લઈ જવાયા હતા. તો બીજી તરફ પ્રદર્શનમાં બેઠેલા ઉમેદવારોની સંખ્યા પણ રાત્રે અડધી થઈ ગઈ હતી. આંદોલનકારી નેતાઓ ફૂટી ગયા હોવાની ઉમેદવારોમાં ચર્ચા વહેતી થઈ હતી બીજી તરફ આંદોલન કરી રહેલા ઉમેદવારોએ પોતાનુ વલણ એક જ રાખ્યું હતું અને જ્યાં સુધી પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ જ રહેશે તેવું આહવાન કર્યું હતું.

છેલ્લા બે દિવસથી પ્રદર્શન કરી રહેલાં ઉમેદવારોએ આંદોલન રાજકીય રંગ ન પકડે તે માટે ખાસ ધ્યાન રાખ્યું હતું. જેને પગલે હાર્દિક પટેલ પોતાના સમર્થકો સાથે પહોંચ્યો ત્યારે રીતસરની ધક્કામુકી કરી મુકી હતી. તો બીજી તરફ તેઓના સમર્થનમાં પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પક્ષની રીતે નહીં વ્યક્તિગત રીતે સમર્થન આપવા અપીલ કરી હતી. ગુરુવારની મોડી રાત્રે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા તો પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગુરૂવારે બે વખત પહોંચ્યા હતા સવારે ચર્ચા કર્યા બાદ પક્ષના નેતા પરેશ ધાનાણીની સાથે અમિત ચાવડા પણ પહોંચ્યા હતા અને તેમણે ઉમેદવારોને નિરાશ નહીં થવા તેમની સાથે જ હોવા વાત કરી હતી

સરકારે એસઆઈટીની રચના કરી છે જેમાં ચેરમેન તરીકે સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દયાનીની નિમણૂક કરી છે. જ્યારે સભ્ય તરીકે આઇપીએસ મનોજ સાધારણ આઇપીએસ મયંકસિંહ ચાવડા અને સભ્ય સચિવ તરીકે સામાન્ય વહીવટ વિભાગના જલવંત ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, એસઆઈટી દસ દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરશે. ત્યારે સવાલએ થાય કે દસ દિવસમાં રાજ્ય માંથી મળેલી 40 જેટલી ફરિયાદો અને સીસીટીવી કેમેરા કેવી રીતે તપાસ કરશે ?

વિઝ્યુઅલ લાઈવ કીટ થી ઉતાર્યા હતા
Last Updated : Dec 5, 2019, 11:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.