ETV Bharat / city

પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા

CMOમાં બે મહત્વના અધિકારીઓ બદલ્યા છે.પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા છે. જ્યારે અશ્વિની કુમારના સ્થાને અવંતિકા સિંધ આવ્યા છે. અવંતિકાસિંધને CMOના CEO બનાવાયા છે.

પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા
પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા
author img

By

Published : Sep 15, 2021, 12:16 PM IST

  • ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં પ્રધાનોની ઓફિસ ખાલી કરવામાં આવી
  • તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચવા આદેશ
  • નીતિન પટેલને કામ કરવું પડશે જૂનિયરના હાથે

ગાંધીનગર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ બન્યા છે. તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. હવે તેમણે સીએમઓમાં બે મહત્વના અધિકારીઓ બદલ્યા છે. પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા છે. જ્યારે અશ્વિની કુમારના સ્થાને અવંતિકાસિંધ આવ્યા છે. અવંતિકાસિંધને CMOના CEO બનાવાયા છે.

ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા

ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળનો આજે શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રીએ શપથ લીધા હતા, ત્યાં જ શપથ લેવાશે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત: એક દેશ, એક ભાવના પ્રસ્તાવ પર કરાશે વિચારણા

સ્વર્ણિમ સંકુલમાં પ્રધાનોની ઓફિસો ખાલી કરાવામાં આવી

પ્રધાનમંડળને લઈને સ્વર્ણિમ સંકુલમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્વર્ણિમ સંકુલમાં પ્રધાનોની ઓફિસો ખાલી કરાવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ -2માં ઓફિસો ખાલી કરાવાઇ છે. નવા મંત્રીઓના શપથ પહેલા કમલમ અથવા પાટીલના નિવાસસ્થાને બેઠક મળશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનેથી નીકળીને ગાંધીનગર પહોંચી ગયા છે. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નિવાસસ્થાન બહાર સન્નાટો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દક્ષિણ ચીન સાગરમાં ચીની આક્રમકતા વચ્ચે 24 સપ્ટેમ્બરે યોજાશે Quad Summit 2021, PM Modi રહેશે ઉપસ્થિત

જૂનિયરની નીચે કામ કરવું પડશે નીતિન પટેલને

આ રચના જ નીતિન પટેલની રાજકીય કારકિર્દી નક્કી કરશે. ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કેબિનેટ મંત્રી બનાવાય તો નીતિન પટેલને જુનિયર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરવું પડશે. હાલ, તો નીતિન પટેલના નિવસસ્થાન બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે. જોકે, તેઓ સાડા દસથી અગિયાર વાગ્યે ગાંધીનગર જવા રવાના થાય તેવી તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ તેમના નિવાસસ્થાને કોઈ ગતિવિધિ નજરે પડતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.