ETV Bharat / city

પબુભા મોરારીબાપુની માફી માંગે, ભાજપ માણેકને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સાધુ-સંતોની માગ - સંતોની મુખ્યપ્રધાન સાથે બેઠક

રાજ્યમાં ગત કેટલાય સમયથી સાધુ-સંતો ઉપર હુમલા થવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે થોડા દિવસ અગાઉ ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કથાકાર મોરારીબાપુ પર કરવામાં આવેલા હુમલાને લઈને સોમવારે સમગ્ર રાજ્યના સાધુ-સંતોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજી હતી. જેમાં સાધુ-સંતોએ પબુભા માણેક મોરારીબાપુની માફી માંગે અને ભાજપ સંગઠન પબુભા માણેકને પક્ષમાંથી સસ્પેન્ડ કરે તેવી માગ સાથે ફરિયાદ કરી હતી.

ETV BHARAT
પબુભા માણેક મોરારીબાપુની માફી માંગે, રૂપાણી સરકાર અને ભાજપ સંગઠન માણેકને પક્ષમાંથી સસ્પેન્ડ કરે: સાધુ સંતો
author img

By

Published : Jun 29, 2020, 10:28 PM IST

ગાંધીનગર: મોરારીબાપુ પર થયેલા હુમલા તથા અન્ય સાધુ-સંતો પર થતાં હુમલાની ઘટનાને ધ્યાનમાં લઈને સોમવારે રાજ્યના મોટા સંતો અને મહંતો દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સ્વર્ણિમ સંકુલ-1 ખાતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મોરારીબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, તે બદલ ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક મોરારીબાપુની માફી માંગે આ સાથે જ મોરારીબાપુના વતન મહુવા જઇને પબુભા માણેક માફી માંગે તેવી સાધુ-સંતો દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી.

પબુભા માણેક મોરારીબાપુની માફી માંગે, રૂપાણી સરકાર અને ભાજપ સંગઠન માણેકને પક્ષમાંથી સસ્પેન્ડ કરે: સાધુ સંતો

આ ઉપરાંત જે રીતે સાધુ-સંતો ઉપર હુમલા થઈ રહ્યા છે, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર આગામી સમયમાં સાધુ-સંતો માટે વિધાનસભામાં કોઈ નિયમ અથવા તો ઠરાવ પાસ કરીને નવો કાયદો બનાવે. જેથી આ કાયદા હેઠળ સાધુ-સંતોને રક્ષણ મળી શકે.

ઉલ્લેખનીય છે કે, અમૂક સાધુ-સંતો દ્વારા દુષ્કર્મની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. જેથી આ ઘટના અંગે સાધુ સમાજના આગેવાન લલિત કિશોર મહારાજે જણાવ્યું હતું કે, જે આવું કામ કરે છે તે સાધુ સંત જ નથી. તેમને સાધુ બનવાનો કોઈ હક્ક જ નથી. તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

અત્યાર સુધીનો ઘટનાક્રમ

દ્વારકામાં યાદવ સમાજની માફી માગવા આવેલા કથાકાર મોરારીબાપુ અને દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં ધારાસભ્ય પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલો કરવાનો પ્રાયાસ કર્યો હતો અને દ્વારકા છોડી જવાનું કીધું હતું.

દ્વારકામાં કથાકાર મોરારી બાપુ પર પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ઘટનાને આહીર સમાજે વખોડી કાઢી છે. જે બાદ શહેરમાં આહીર સમાજના અગ્રણીઓની તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આહીર સમાજના પ્રમુખ તેમજ ડેપ્યુટી મેયર તથા આહીર સમાજ સમિતિના જુદા-જુદા હોદેદ્દારો હાજર રહ્યા હતા અને શનિવારે પબુભા માણેક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી.

ભાવનગર જિલ્લાના મહુવામાં 18 જૂને મોરારી બાપુ દ્વારકાધીશ પર કરેલી ટીપ્પણીઓ પર માફી માગવા દ્વારકા પહોંચ્યા હતા. તે દરમિયાન જિલ્લાના માજી ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારીબાપુ સાથે અણછાજતો વ્યવહાર કર્યો હતો. આ સંદર્ભે મહુવાના અગ્રણીઓ દ્વારા ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે સાંજે 4થી 5 દરમિયાન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવશે. તેમજ 20 જૂને સમગ્ર મહુવા શહેર બંધ રાખવા એલાન અંગે ચર્ચા કરવા મિટિંગ યોજાશે.

દેવભૂમિ દ્વારકામાં ગુરુવારે મોરારીબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેના વિરોધમાં જામનગર સાધુ સમાજે શુક્રવારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

કથાકાર મોરારી બાપુ ઉપર દ્વારકા મંદિરમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસ અંગે આ હુમલાના પ્રયાસની ઘટનાને વખોડી કાઢતા દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજના સાધુ સંતો અને આગેવાનો જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જેથી પબુભા મોરારી બાપુ સામે માફી નહી માગે તો આવનારા દિવસોમાં સાધુ સમાજ દ્વારા તેમની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

મોરારી બાપુએ પોતાના પ્રવચનોમા ક્રુષ્ણ ભગવાન વિષે ટીપ્પણી કરતાં આહીર સમાજના યુવાનોમાં આ વાતને લઈ ઘણી લાગણી દુભાઈ હતી, ત્યારે મોરારી બાપુ દ્વારકા જઈ અને માફી માગી દુઃખ વ્યક્ત કર્યુ હતું. મોરારી બાપુ સાથેના આહીર સમાજના વિવાદનો અંત લાવવા માટે એકઠા થયેલા આહીર સમાજના આગેવાનો સાથે ગેરવર્તણૂંક તેમજ મોરારી બાપુ ઉપર કરવામાં આવેલા હુમલાના પ્રયાસ અંગે પબુભા માણેકના વર્તનને લઈ ઉપલેટાના આહીર યુવાન મયુર સોલંકી દ્વારા આમરણાંત ઉપવાસ ચાલુ કરવામાં આવ્યા છએ. વધુમાં મયુર સોલંકી એ જણાવ્યું હતું કે, પબુભા માણેક આહીર સમાજ અને મોરારી બાપુની માફી માગે અથવા તો પબુભા માણેકની ધરપક્ડ કરવામાં આવે. જો પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવશે તો ત્યાં પણ આમરણાંત ઉપવાસ ચાલુ રાખવામાં આવશે તેવુ મયુર સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પોરબંદરમાં વૈષ્ણવ સાધુ સમાજે મોરારિબાપુ પર હુમલો કરવાના પ્રયાસ બદલ પબુભા માણેકને જેલ ભેગા કરવા માટે માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકાઘીશના મંદિર ખાતે સાંસદ પૂનમ માડમની હાજરીમાં આ ઘટના બની હતી.

કથાકાર મોરારી બાપુ પર થોડા દિવસ પહેલા દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ સોમવારે જૂનાગઢમાં સાધુ સમાજ, આહિર સમાજ, ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ સર્વે સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પબુભા માણેક વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માગ કરાઇ હતી.

દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારીબાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને લઇ મોરબીમાં મોરારીબાપુના સમર્થકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. સમર્થકોએ જણાવ્યું હતુ કે, મોરારીબાપુ 18 તારીખના રોજ દ્વારકામાં ગયા હતા, ત્યારે અચાનક જ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે બાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, તે નિંદનીય અને અસભ્ય વ્યવહારને કારણે ગુજરાતમાં ભારે રોષ જોવા મળ્યો છે. મોરારીબાપુ જેવા વિશ્વ વંદનીય સંત પર આવા ધ્રુણાપાત્ર કાર્યથી મોરબી જિલ્લાના બાપુ પ્રેમીઓની લાગણી દુભાઈ છે, જેથી આ કૃત્ય માટે પબુભા પર કાયદેસર કાર્યવાહી થાય અને વ્યાપક પ્રજા સમુદાયને ન્યાય મળે તેવા પગલા સરકાર તત્કાલ ઉઠાવે તેવી બાપુના સમર્થકોએ માગ કરી છે.

દ્વારકામાં પબુભા માણેકે મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાના વિરોધમાં આજે સોમવારે માંગરોળ ત્રી પાંખ સાધુ સમાજ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માંગરોળ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપી મામલતદારને રજૂઆત કરીને જણાવ્યું હતું કે, દ્વારકા ખાતે સમાધાનમાં ગયેલા પૂજ્ય મોરારીબાપુ પર કરવામાં આવેલ હુમલાને વખોળી કાઢીએ છીએ. પબુભા માણેક સામે કાયદાકીય પગલાં લેવાઈ તેવી માંગ કરી હતી.

દ્વારકામાં કથાકાર મોરારી બાપુ પર હુમલાના પ્રયાસના પડઘા રાજ્યભરમાં પડ્યા છે, ત્યારે જિલ્લામાં વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે એક દિવસના આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યાં છે. સાધુ સમાજ દ્વારા માગ કરવામાં આવી છે કે પબુભા માણેક સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમજ પબુભા માણેકે જાહેરમાં માફી પણ માગવી જોઈએ. પબુભા માણેક સામે કોઈ કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વૈષ્ણવ સાધુ સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં ફરી એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પબુભા માણેક મોરારી બાપુને બાવાઓના રાવણ તરીકે કહેતા હોવાનું બહાર આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.