ETV Bharat / city

રાજ્યમાં માર્ચ બાદ ઓક્સિજનની જરૂરિયાતમાં 70 ટકા જેટલો વધારો નોંધાયોઃ પ્રદીપસિંહ જાડેજા

રાજ્યમાં કોરોનાના કેસ વધતા ઓક્સિજનની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ઓક્સિજનની અછત એટલી હદ સુધી વધી ગઈ છે કે, અત્યારે દર્દીઓ ઓક્સિજનના કારણે મૃત્યુ પણ પામી રહ્યા છે. ત્યારે પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, માર્ચ સુધીમાં 150 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયાત રહેતી હતી, જે આજે વધીને 1 હજાર મેટ્રીક ટન છે. Body:

રાજ્યમાં માર્ચ બાદ ઓક્સિજનની જરૂરિયાતમાં 70 ટકા જેટલો વધારો નોંધાયોઃ પ્રદીપસિંહ જાડેજા
રાજ્યમાં માર્ચ બાદ ઓક્સિજનની જરૂરિયાતમાં 70 ટકા જેટલો વધારો નોંધાયોઃ પ્રદીપસિંહ જાડેજા
author img

By

Published : Apr 28, 2021, 9:39 PM IST

  • રાજ્યમાં ઓક્સિજનની અછત
  • કોંગ્રેસ અભ્યાસ વગરના આક્ષેપ કરે છેઃ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા
  • રાજ્યમાં 1907 કોવિડ હેલ્થ ફેસિલીટી ઉપલબ્ધ

ગાંધીનગર: ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપો સંદર્ભે જણાવ્યું કે, સત્તા ભૂખી કોંગ્રેસ અભ્યાસ વગરના આક્ષેપ કરી પ્રજાને ગેરમાર્ગે દોરે તે શોભતુ નથી. ભાજપનો કાર્યકર્તા અને ટીમ ગુજરાતમાં કોરોનાના કાળમાં સદાય પ્રજાની પડખે ખભેખભો મિલાવીને કામગીરીમાં ખડેપગે તૈનાત છે. કોંગ્રેસના એક પણ કાર્યકરે કે નેતાએ જનતાની વચ્ચે જઈને સેવા કરી હોય તો તેનો હિસાબ આપે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાતી બેફામ ટિપ્પણીઓ તેમના સંસ્કારો અને પોતાની માનસિકતા છતી કરે છે. આ સાથે તેઓએ કોરોનામાં થયેલી કામગીરી અંગે પણ માહિતી આપી હતી.

રાજ્યમાં માર્ચ બાદ ઓક્સિજનની જરૂરિયાતમાં 70 ટકા જેટલો વધારો નોંધાયોઃ પ્રદીપસિંહ જાડેજા

ઓક્સિજન પૂરું પાડવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલું

પ્રદિપસિંહે જણાવ્યું કે, રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ 24 કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ છે. ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ માટે માર્ચ સુધીમાં 150 મેટ્રીક ટનની જરૂરિયાત રહેતી હતી, જે આજે વધીને 1 હજાર મેટ્રીક ટન છે. રાજ્યમાં 1907 કોવિડ હેલ્થ ફેસિલીટી ઉપલબ્ધ છે. જેમાં 1095 ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ, 519 હેલ્થ કેર સેન્ટર, 293 કોવિડ કેર સેન્ટરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ સુરતના સચિન GIDCના ઉદ્યોગપતિઓ દ્વારા લોકોને નિઃશુલ્ક ઓક્સિજન વિતરણ સેવા

રાજ્યમાં 1.17 કરોડ નાગરિકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો

રાજ્ય ગૃહ પ્રધાને જણાવ્યું કે, અત્યાર સુધીમાં 1.17 કરોડથી વધુ નાગરિકોને કોવિડ વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરાયા છે. તે ઉપરાંત કોરોનાના ટેસ્ટીંગ પણ વધારી દેવામાં આવ્યાં છે. જે અંતર્ગત રાજ્યમાં રોજ 1.60 લાખ ટેસ્ટ કરવામાં આવે છે. એક તરફ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર વધુને વધુ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવા, આઇસીયુ બેડ બનાવવા તથા ઇન્જેક્શન - દવાઓની વ્યવસ્થા ઉભી કરવા સહિતના તમામ પ્રયત્નો કરી રહી છે, ત્યારે માનવીની મહામૂલી જિંદગી બચાવવા માટે નાગરિકોને સહાયરૂપ થવાને બદલે કોંગ્રેસ હિનકક્ષાની રાજનીતિ કરી રહી છે.

એક જ મહિનામાં હોસ્પિટલમાં બેડ વધારીને 96,066 ઉપલબ્ધ કરવામાં આવ્યા

રાજ્યમાં આરોગ્યની ઉભી કરાયેલી સુવિધાઓ અંગે માહિતી આપતા પ્રદીપસિંહે કહ્યું કે, રાજ્યમાં કોરોનાની સારવાર માટે 15 માર્ચના રોજ 41,870 બેડ ઉપલબ્ધ હતા જે વધારીને આજે 960,66 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં 250 આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. પરંતુ તેમને એ ઉલ્લેખ નથી કર્યો કે ત્યાં સ્ટાફની પણ કમી છે. તેમને કહ્યું કે, મંત્રીમંડળના સભ્યો આગામી ત્રણ દિવસ જિલ્લા પ્રભારી તરીકે જિલ્લાઓની મુલાકાત લઇ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.