ETV Bharat / city

બે વર્ષમાં માટી, રેતી, કપચીના ઓવરલોડેડ 21,149 ડમ્પર પકડાયા - assembly news

ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. રાજ્યમાં બે વર્ષમાં માટી, રેતી તથા કપચી ભરેલા ઓવરલોડ 21,149 ડમ્પર ઝડપાયા છે. ખનીજ માફિયાઓનો મુદ્દો વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉઠાવવામાં આવ્યો હતો.

બે વર્ષમાં માટી, રેતી, કપચીના ઓવર લોડેડ 21,149 ડમ્પર પકડાયા

author img

By

Published : Mar 25, 2021, 3:56 PM IST

  • કોરોનાકાળમાં ખનીજ માફિયા બેફામ બન્યા
  • ગેરકાયદે ખનીજના વહન કરતાં ડમ્પર વધું પકડાયા
  • વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી મુદ્દો ઉઠાવવામાં આવ્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે કોંગ્રેસ તરફથી આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં ખનીજ ચોરી અને ખનીજ માફિયા અંગે સવાલો કરવામાં આવ્યા હતા. વાહન વ્યવહાર પ્રધાને આ મુદ્દે જવાબો આપ્યા હતા.

આ પણ વાંચોઃ કચ્છમાં ટ્રાન્સપોર્ટ દ્વારા ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહીની વિરુદ્ધમાં હડતાળ

2019 કરતા 2020માં વધુ ડમ્પરો ગેરકાયદે માટી, રેતી અને કપચી ભરેલાં ઝડપાયા

રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. બે વર્ષની અંદર જ હજારો ડમ્પર પકડવામાં આવ્યા છે. દરેક જિલ્લાની અંદર આ પ્રકારની માટી, રેતી, કપચીની ખનીજ ચોરી થઈ હોવાના બનાવો સામે આવ્યા હતા. કેટલાક જિલ્લાઓમાં ખનીજ ચોરીના બનાવો વધુ જોવા મળી રહ્યાં છે. 33 જિલ્લામાં ખનીજ ચોરી સામે આવી છે જેમાં સુરત, દેવભૂમિ દ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપી, મોરબી, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લામાં વર્ષ 2019 કરતાં 2020માં વધુ ડમ્પરો ગેરકાયદેસર માટી, રેતી તેમજ કપચીનો ઓવરલોડ જથ્થો ભરેલા પકડાયા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પર્યાવરણીય NOC વગરની 1975 ખનીજ ખાણ લીઝ ઉપર

33 જિલ્લામાં ખનીજ ચોરી સામે આવી

ગુજરાતના 33 જિલ્લામાં ખનીજ ચોરી સામે આવી છે. તાપી, કચ્છ જિલ્લામાં 2019 કરતાં ત્રણ ગણા વધુ ડમ્પરો પકડાયા છે. તાપી અને કચ્છ જિલ્લામાં 2019 કરતાં 2020માં ત્રણ ગણા કરતાં વધુ ડમ્પરો પકડવામાં આવ્યા છે. કોરોના દરેકને નડ્યો છે પરંતુ ખનીજ માફિયાઓ આ સમયે પણ આ રીતની ખનીજ ચોરી કરી બેફામ બન્યા છે. અમદાવાદ, સુરતમાં 6 હજાર કરતાં વધુ ડમ્પરો પકડાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 4,355, સુરતમાં 2,095, સાબરકાંઠામાં 1,720, મહેસાણામાં 1592, કચ્છમાં 1,294 અને નવસારીમાં 1260 એમ દરેક જિલ્લામાં મોટી સંખ્યામાં 2019 અને 2020માં ઓવરલોડ ડમ્પરો પકડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.