ETV Bharat / city

રાજ્યમાં 4.10 લાખ ખેડૂત માંથી ફક્ત 90,000 ખેડૂતોએ મગફળીનું કર્યું વેંચાણઃ જયેશ રાદડીયા - જયેશ રાદડીયા

સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જે આજે પણ યથાવત રાખવામાં આવી છે. નિયમ પ્રમાણે ૯૦ દિવસ સુધી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે મગફળીના ટેકાના ભાવે ખરીદી બાબતે ખેડૂતોમાં ઓછો પ્રતિભાવ મળી રહ્યો છે. કારણ કે, ટેકાના ભાવ કરતાં જાહેર બજારમાં ભાવ વધુ હોવાના કારણે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ઓછી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા હોવાનું નિવેદન રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ આપ્યું હતું.

રાજ્યમાં 4.10 લાખ ખેડૂત માંથી ફક્ત 90,000 ખેડૂતોએ મગફળીનું કર્યું વેંચાણ

author img

By

Published : Dec 23, 2020, 3:25 PM IST

Updated : Dec 23, 2020, 3:47 PM IST

  • રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી યથાવત
  • ઓપન બજારમાં વધારે ભાવ મળવાથી ખેડૂતો ગણતરીની સંખ્યામાં જોવા મળ્યા
  • 4.10 લાખ ખેડૂતોને બોલાવ્યા હતા, પરંતુ આવ્યા ફક્ત 90,000

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જે આજે પણ યથાવત રાખવામાં આવી છે. નિયમ પ્રમાણે 90 દિવસ સુધી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે મગફળીના ટેકાના ભાવે ખરીદી બાબતે ખેડૂતોમાં ઓછો પ્રતિભાવ મળી રહ્યો છે. કારણ કે, ટેકાના ભાવ કરતાં જાહેર બજારમાં ભાવ વધુ હોવાના કારણે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ઓછી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા હોવાનું નિવેદન રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ આપ્યું હતું.

સરકારે 4.10 લાખ ખેડૂતોને SMS કર્યા

રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કુલ ૪.૧૦ લાખ ખેડૂતોને મગફળીની ટેકાના ભાવે વેચાણ માટે બોલાવ્યા હતા, પરંતુ અત્યાર સુધીમાં ફક્ત 90,000 જેટલા જ ખેડૂતો પોતાની મગફળી લઈને ટેકાના ભાવે વેચાણ કરવા માટે આવ્યા છે. કારણ કે, ટેકાના ભાવ કરતાં બજાર ભાવ ખેડૂતોને વધુ મળતો હોવાના કારણે ખેડૂતો બજારમાં જ મગફળીનું વેચાણ કરી રહ્યા છે. જેથી આ વર્ષે ખેડૂતો ટેકાના ભાવે વેચાણ ઓછું કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 1,050 જેટલા ટેકાના ભાવ રાખ્યા છે, જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતને 1,150થી 1100 જેટલા ભાવ મળી રહ્યા છે.

રાજ્યમાં 4.10 લાખ ખેડૂત માંથી ફક્ત 90,000 ખેડૂતોએ મગફળીનું કર્યું વેંચાણ

8.50 કરોડની મગફળી ખરીદવામાં આવી

જયેશ રાદડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ટેકાના ભાવે અત્યાર સુધીમાં કુલ 8.50 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે. જેમાંથી ખેડૂતોને 5.50 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે ખેડૂતોનું પેમેન્ટ બાકી છે, તેમને પણ આવનારા સમયમાં પેમેન્ટ ચૂકવવામાં આવશે. આમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કુલ 8.50 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી હોવાનું નિવેદન રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ આપ્યું હતું.

તુવેર, ચણા, રાયડાની ખરીદી ટુંક સમયમાં

રાદડીયાએ બીજી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, ત્યારે હવે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. જેની જાહેરાત ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે સાથે જ કેટલા દિવસ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે અને કયા દિવસથી કયા દિવસ સુધી પ્રક્રિયા ચાલશે તે અંગેની પણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં કરવામાં આવશે.

જૂનાગઢમાં 3,000 બોરી મગફળીમાં ખેડૂતોને નુકશાન નહીં

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે, ત્યારે ગઈકાલે મંગળવારે જૂનાગઢના માળીયાહાટીના APMC ખાતે 3,000 મગફળીની બોરીઓ નાફેડ દ્વારા રિજેક્ટ કરવામાં આવી છે. જે બાબતે કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ૩,૦૦૦ બોરી એટલે કે 6 ગાડીઓ ભરેલી મગફળી રિજેક્ટ કરવામાં આવી છે. નાફેડ દ્વારા કરવામાં આવેલી ખરાબ ગુણવત્તાની મગફળીની ગુણવત્તા હલકી કક્ષાની હોવાનું સામે આવ્યું છે, પરંતુ ખેડૂતોને કોઈ જ પ્રકારનું નુકસાન નહીં થાય. ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવશે.

Last Updated : Dec 23, 2020, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.