ETV Bharat / city

ડોકટર્સની 11 માગમાંથી 10 સ્વીકારવામાં આવી અને 1 અસ્વીકાર, તેમ છતાં હડતાલ ચાલું

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ડોક્ટર્સ અને પ્રોફેસરો પોતાની માગોને લઇને હડતાળ કરી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનની 11 માગ પૈકી 10નો સ્વીકાર કર્યો છે. જ્યારે એક માગ કે જે નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ હજી સુધી રાજ્ય સરકારે આ માગનો સ્વીકાર કર્યો નથી. નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ (NPA)ની માગનો હજુ સ્વીકાર કરવામાં ન આવતા ડોક્ટર્સ અને પ્રોફેસરોએ હડતાલ ચાલું રાખી છે.

ડોકટર્સની 11 માગમાંથી 10 સ્વીકારવામાં આવી અને 1 અસ્વીકાર, તેમ છતાં હડતાલ ચાલું
ડોકટર્સની 11 માગમાંથી 10 સ્વીકારવામાં આવી અને 1 અસ્વીકાર, તેમ છતાં હડતાલ ચાલું
author img

By

Published : May 13, 2021, 7:20 PM IST

  • મેડિકલ અધ્યાપકોની હડતાળમાં નવું ગતકડું
  • સરકારે 11માંથી 10 માગ સ્વીકારી
  • NPA (નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ) નહિ મળે ત્યાં સુધી હડતાલ યથાવત
  • બેઠક માટે સરકાર રાજી પણ ડોકટર્સ બેઠક માટે આવ્યા જ નહીં

ગાંધીનગર: ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ડોક્ટર અને પ્રોફેસરો હડતાળ પર છે ત્યારે રાજ્ય સરકાર આ હડતાલ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનની 11 માગ પૈકી 10 માગનો સ્વીકાર કર્યો છે. જ્યારે એક માગ કે જે નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ હજી સુધી રાજ્ય સરકારે આ માગનો સ્વીકાર કર્યો નથી. મેડિકલ અધ્યાપકો તરફથી મળતી માહિતી પ્રમાણે જ્યાં સુધી માગ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી આપવામાં આવી છે.

સરકારે બેઠક માટે બોલાવ્યા પણ ડોકટર્સ આવ્યા નહીં

આ પણ વાંચોઃ પ્રદીપસિંહ જાડેજાની મેડિકલ ટીચર્સને વિનંતી: હડતાલ પર ન ઉતરો, સરકાર હકારાત્મક વિચારણા કરી રહી છે

નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સને લીધે હડતાલ યથાવત

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન તરફથી મળતી માહિતી પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સની માગ રાજ્ય સરકારે હજુ સુધી સ્વીકારી નથી. જ્યારે મહત્વની માગ નોન પ્રેક્ટિસસિંગ એલાઉન્સની જ હતી. જ્યાં સુધી આ માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે. ઉપરાંત જ્યાં સુધી આ માગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી નોન કોવિડ કામગીરી બંધ રાખવાનો નિર્ણય ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો છે.

શુ છે NPA ?

NPAએટલે નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 7માં પગાર પંચમાં ડોકટરને NPA આપવાની ભલામણ કરી હતી. જે મુજબ 20 ટકા બેઝિક સેલરી અને DA આપવાની વાત કરવામાં આવી છે. જે ગુજરાતમાં હજુ સુધી લાગુ કરવામાં આ આવી હોવાથી ડોકટર્સ દ્વારા આ માગ કરવામાં આવી છે. જેથી આ હડતાલમાં NPAનો મુદ્દો મહત્વનો સાબિત થયો છે.

સરકારે 11માંથી 10 માગ સ્વીકારી
સરકારે 11માંથી 10 માગ સ્વીકારી

આ પણ વાંચોઃ GMERS નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની બીજા દિવસે હડતાલ યથાવત્

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ડોક્ટર આજે ગુરૂવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે હડતાલ મુદ્દે ચર્ચા કરવા આવવાના હતા. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર આ બાબતે ચર્ચા કરવા તૈયાર હતી પરંતુ સરકાર સાથે બેઠક યોજાય તે પહેલાં જ મેડિકલ ટીચર્સ એસોસિએશને સરકારને NPA બાબતે રજૂઆત કરી હતી. જેને પગલે આજે ગુરૂવારે રાજ્ય સરકાર સાથે યોજાનારી બેઠક પણ મોકૂફ રહી છે. આમ સ્વર્ણિમ સંકુલ-2 ખાતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પોતાના ચેનલમાં બેઠક માટે તૈયાર હતા પરંતુ અંતે ડોકટર્સ ન આવતા બેઠક મોકૂફ રહી છે.

ઇમરજન્સી અને કોવિડ કામગીરી યથાવત રહેશે

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન તરફથી જે વાત સામે આવી રહી છે જેમાં ફક્ત નોન કોવિડ કામગીરીથી દૂર રહીને સરકારનો વિરોધ કરશે પણ ઇમરજન્સી અને કોવિડ 19ની કામગીરીમાં કોઈ પ્રકારનો વિરોધ દર્શાવવામાં આવશે નહિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.