ETV Bharat / city

રાજ્ય સરકારને કેન્દ્રનો ફટકો: સરદાર સરોવર યોજના માટે માંગેલા 2967.49 કરોડ સામે માત્ર 1879.76 કરોડ મળ્યા - Gujarat state Assembly

રાજ્ય સરકારે સરદાર સરોવર યોજના માટે કેન્દ્ર સરકાર પાસેથી છેલ્લા બે વર્ષમાં કુલ 2967.49 કરોડની માંગણીની સામે કેન્દ્ર સરકારે ફક્ત 1879.76 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રદાર સરોવર યોજના માટે માંગેલા 2967.49 કરોડ સામે માત્ર 1879.76 કરોડ મળ્યા

author img

By

Published : Mar 24, 2021, 5:49 PM IST

  • રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની ફટકાર
  • સરદાર સરોવરની ગ્રાન્ટમાં ઓછી ફાળવણી
  • 31 ડિસે. 2020 સુધી 132.841 કરોડ વણવપરાયેલા

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં જ્યારે પણ સરદાર સરોવર અને નર્મદાનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે રાજ્ય સરકારના પ્રધાનો હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળ્યા છે. જ્યારે દેશના વડાપ્રધાન મોદીએ શપથ લીધી ત્યારે ફક્ત 17માં દિવસે જ નર્મદાના દરવાજા અંગે મહત્વનો નિર્ણય લીધો હતો. ત્યારે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે સરદાર સરોવર યોજના માટે છેલ્લા બે વર્ષમાં કુલ 2967.49 કરોડની માંગણીની સામે કેન્દ્ર સરકારે ફક્ત 1879.76 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય સરકાર પાસે હજુ 132.841 કરોડ વણવપરાયેલા

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્નોત્તરીમાં સરદાર સરોવર યોજનાની ગ્રાન્ટ માટેનો સવાલ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં કેટલા રૂપિયાની ગ્રાન્ટની માંગણી કરી હતી અને કેન્દ્ર સરકારે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી છે, તે અંગેની આંકડાકીય માહિતી રાજ્ય સરકારે રજૂ કરી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી ગ્રાન્ટનો ખર્ચ થયો અને કેટલી ગ્રાન્ટ વણવપરાયેલી રહી? તેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે, વર્ષ 2018-19, વર્ષ 2019-20 અને વર્ષ 2020-21 માં અનુક્રમે 3161.61, 1124.295 અને 791.42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે, 31 ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 132.841 કરોડની રકમ વણવપરાયેલી પડી છે. આ રકમ લોકડાઉન અને ટેન્ડરથી કામ લેવાનું હોવાના કારણે વણવપરાયેલી હોવાનું રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું છે.

નર્મદા ડેમમાં પાણીના સંગ્રહ વિશેનો પ્રશ્ન પણ પૂછાયો

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્યો વિરજી ઠુમ્મરે નર્મદા ડેમમાં પાણીના જથ્થા બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2014ની સ્થિતિએ નર્મદા ડેમમાં કુલ 9460 મિલિયન ઘન મીટર પાણીનો જથ્થો સંઘરી શકાય તેવી ક્ષમતા છે. જ્યારે વર્ષ 2019માં વાર્ષિક સરેરાશ 6428.82 અને વર્ષ 2020માં વાર્ષિક સરેરાશ 6630.33 મિલિયન ઘન મીટર જથ્થો છે.

નર્મદાના પાણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડવામાં આવ્યું

વિધાનસભા ગૃહમાં નર્મદાના પાણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડવા બાબતે જળ સંપતિ વિભાગની હસ્તકની યોજનાઓના અંદાજીત ખર્ચ સામે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ કુલ 19,307.32 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન ડેમના 121.92 મીટરે આવેલા છલતી ઉપરથી કુલ 92 દિવસ પાણીનો ઓવરફ્લો નોંધાયેલો છે. જ્યારે નર્મદા ડેમ ઓવરફ્લો દરમ્યાન વર્ષ 2019માં સરેરાશ 2.40 લાખ ક્યુસેક અને વર્ષ 2020માં સરેરાશ 2.20 લાખ ક્યુસેક પાણી નીચાણ વાસમાં નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. જ્યારે છેલ્લા 2 વર્ષમાં છલતીના લેવલ 121.92 મીટર ઉપર ચોમાસા 2019 અને ચોમાસા 2020 દરમિયાન મહત્તમ સંગ્રહ સપાટી 4194 મિલિયન ઘન મીટર થયેલી હોવાનું જાણવા મળ્યું છે.

વિધાનસભાના અન્ય સમાચાર:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.