- છેલ્લા 24 કલાકમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા
- 2 જિલ્લાઓ છોડીને તમામ જિલ્લામાં એક પણ કેસ નહિ
- અમદાવાદમાં 2, વડોદરામાં 6, સુરતમાં 5 અને રાજકોટમાં 1 કેસ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે 11 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 16 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત 2 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે અન્ય તમામ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
આજે 3,73,351 નાગરીકોને અપાઇ વેક્સિન
11 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 3,73,351 કોરોનાની રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 1,47,720 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,25,866ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે ગુજરાતમાં રસીકરણનો આંકડો 5 કરોડને પાર થયો છે. રાજ્યમાં કુલ 5,22,53,771 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 170થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 162 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 4 વેન્ટિલેટર પર અને 158 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,356 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.