ETV Bharat / city

રાજયમાં 24 કલાકમાં માત્ર 3 કોર્પોરેશન અને 6 જિલ્લામાં કુલ 21 પોઝિટિવ કેસ, 13 દર્દીઓએ આપી કોરોનાને માત - corona update

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે 10 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં માત્ર 21 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે.

કોરોના અપડેટ
કોરોના અપડેટ
author img

By

Published : Sep 10, 2021, 9:27 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા
  • 6 જિલ્લાઓને છોડીને તમામ જિલ્લામાં એક પણ કેસ નહિ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે 10 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 21 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી માત્ર 3 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે અન્ય તમામ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 6 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 5,01,001 નાગરીકોને અપાઇ વેક્સિન

10 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 5,01,001 કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 2,10,007 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,53,291ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે આજે ગુજરાતમાં રસીકરણનો આંકડો 5 કરોડને પાર થયો છે. રાજ્યમાં કુલ 5,18,80,420 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 160થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 158 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 153 દર્દીઓ સ્ટેબલ છે અને દર્દીના સારવાર દરમિયાન કુલ 10,082 મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,344 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.