ETV Bharat / city

રાજયમાં 24 કલાકમાં ફક્ત કુલ 15 પોઝિટિવ કેસ, 16 દર્દીઓ કોરોનાને માત આપી, એકનું મૃત્યુ - ગુજરાત કોરોના અપડેટ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ આ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે ત્યારે 3 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં ફક્ત 15 જ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓ માંથી ફક્ત 3 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત  કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને 30 જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજયમાં 24 કલાકમાં ફક્ત કુલ 15 પોઝિટિવ કેસ, 16 દર્દીઓ કોરોનાને માત આપી, એકનું મૃત્યુ

author img

By

Published : Sep 4, 2021, 8:43 PM IST

  • રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ, છેલ્લાં 24 કલાકમાં 15 પોઝીટીવ કેસ નોંધાયા
  • 16 દર્દીઓ કોરોનાને માત આપી, સમગ્ર રાજ્યમાં ફક્ત 3 જ કોર્પોરેશન વિસ્તારમાં કેસ
  • 3 જિલ્લાઓ છોડીને તમામ જિલ્લામાં એક પણ કેસ નહીં
  • અમદાવાદમાં 02 બરોડા 04 સુરતમાં 03 અને ગાંધીનગર 00 કેસ

    ગાંધીનગર : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત,અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 02 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 02 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં એકનું કોરોનાથી મૃત્યુ નીપજ્યું છે.

3,54,529 ડોઝ આપવામાં આવ્યા

04 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 3,54,529 કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 1,74,558 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 80,997 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં કુલ 4,86,23,043 નાગરિકોને વેકસીનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 148 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 142 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,246 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 24 કલાકમાં 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કુલ 16 પોઝિટિવ કેસ નોંધાયા

આ પણ વાંચોઃ કોરોના બાદ રાજયમાં સીઝનલ ફ્લુનો કાળો કહેર: મેલેરિયાના 2451, ડેન્ગ્યુના 1616 અને ચિકનગુનિયાના 687 કેસો નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.