ETV Bharat / city

સવા લાખ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, NDRF કોઈ પણ રેસ્ક્યૂ માટે તૈયાર: DGP - ગાંધીનગરના તાજા સમાચાર

તૌકતે વાવાઝોડું ટૂંક સમયમાં ત્રાટકશે તેને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પૂર્વ તૈયારીના ભાગરૂપે કરી દેવામાં આવી છે. રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ આ તૈયારીને લઈને ફેસબૂકના માધ્યમથી લોકોને જણાવ્યું હતું.

સવા લાખ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

author img

By

Published : May 18, 2021, 5:23 AM IST

  • DGPએ ફેસબુકના માધ્યમથી લોકોને સંબોધન કર્યું
  • 24 કલાક કંટ્રોલરૂમ, સ્ટેટ કંટ્રોલ ચાલુ રહેશે
  • પ્રભાવિત જિલ્લાઓમાં પેટ્રોલિંગના પોઇન્ટ ગોઠવાયા

ગાંધીનગર: રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું કે, સાયક્લોનિક તૌકતે વાવાઝોડું ટૂંક સમયમાં ગુજરાત ઉપર ત્રાટકશે. ઓછામાં ઓછું નુકસાન થાય તેના માટે વધુમાં વધુ વિસ્તારો માટે ખાસ કરીને જિલ્લાઓ જે પ્રભાવિત થવાના છે, ત્યાંના લોકોને નિચાણવાળા વિસ્તારથી દૂર કરવામાં આવ્યા છે. તેવું તેમને ફેસબૂકના માધ્યમથી જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડા વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી - વૃદ્ધને ખભા પર બેસાડીને કરાયું સ્થળાંતર

અમરેલી, સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને ભરૂચ, આણંદ પ્રભાવિત વિસ્તારો

ડીજીપીએ વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્યના સવા લાખ જેટલા નાગરિકોને અલગ અલગ સ્થળ ઉપર સ્થળાંતર કરવામાં આવ્યા છે. NDRFની 44 ટુકડીઓ ગોઠવાઇ છે, જ્યારે SDRFની 10 ટુકડીઓ ગોઠવવામાં આવી છે. અમરેલી, સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને ભરૂચ, આણંદ બોટાદ જિલ્લાઓ વધુ પ્રભાવિત છે. પોરબંદરથી મહુવા સુધીના વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ છે. તેની સ્પીડ 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ સાથે તેની સાથે હેવી વરસાદ પણ થશે. 3થી 4 મીટર ઉપર સુધીના મોજા ઉછળશે. પ્રભાવિત જિલ્લાઓમાં પેટ્રોલિંગના પોઇન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે. પબ્લિકને નીચાણના વિસ્તારમાંથી દૂર થઈ જવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

રોડ રસ્તાઓ ક્લિયર રહે તેના માટે PWD, ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ ડિપારરમેન્ટને સજ્જ કરાયા

100 નંબર કંટ્રોલરૂમને આ સમયે વધારે મજબૂત કરવામાં આવ્યો છે. 24 કલાક કંટ્રોલરૂમ, સ્ટેટ કંટ્રોલ ચાલુ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. SRPને પણ જુદા જુદા વિસ્તારમાં મૂકવામાં આવી છે. રોડ રસ્તાઓ ક્લિયર રહે તેના માટે PWD, ફાયર બ્રિગેડ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ વગેરેના સંકલનથી આ કામગીરી કરવામાં આવશે. પોસ્ટકાર્ડ, એરફોર્સ, નેવી, આર્મી વગેરે સાથે પણ જરૂરી સંકલન રાખવામાં આવશે. મોબાઇલ કોમ્યુનિકેશન સતત રહે તેના માટે પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે.

કોઈપણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન કરવા માટે NDRF તૈયાર

દરેક પોલીસ સ્ટેશનમાં રિઝર્વ પોલીસ ફોર્સ પણ રાખવામાં આવી છે. NDRF હાઈ સ્પીડ રેસ્ક્યૂ ક્રાફ્ટ, લાઈફ જેકેટ, બોટ, જેકેટ, હેલમેટ, સેફ્ટીના તમામ પ્રકારના સાધનોથી સજ્જ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન કરવા માટે તે તૈયાર છે. પોલીસ ફોર્સ ગુજરાત રાજ્યમાં 55 હજાર પોલીસ છે, 25,000 હોમગાર્ડ છે, 30,000 જીઆરડી છે, 89 કંપની SRPની છે. કોરોના બંદોબસ્તને સાયક્લોન બંદોબસ્ટમાં આ ફોર્સ ગોઠવવામાં આવી છે.

અફવાઓથી દૂર રહેવું પ્રભાવિત વિસ્તારના દરેક વ્યક્તિ પોતાના ઘરે રહે

અફવાઓથી દૂર રહેવું દરેક વ્યક્તિ પોતાના ઘરે રહે કેમ કે ઝાડ અને વીજળીના થાંભલા પડવાની શક્યતા રહેલી છે, પરંતુ ઉડતા આવી શકે છે. પ્રભાવિત વિસ્તારના લોકો બહાર ના નીકળે તેઓ પાકા મકાનની અંદર રહે, માછીમારો તેમની બોટો બાંધીને રાખે દરિયાની અંદર બોટ લઈને બિલકુલ જવું નહીં તે પ્રકારની વિનંતી કરૂં છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.