- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત
- 17 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે થશે ઉજવણી
- રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ 400 જેટલા કાર્યક્રમનું આયોજન
- પંડિત દિનદયાળ જન ઔષઘીનો થશે પ્રારંભ
ગાંધીનગર: ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતમાં તમામ તાલુકા અને જિલ્લાઓ કુલ 400 જગ્યા ઉપર કાર્યક્રમ યોજવામાં આવશે.
દિનદયાળ ઔષધીનો પ્રારંભ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં કાર્યક્રમ જાહેર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ હજારથી વધુની સંખ્યામાં ઝૂંપડપટ્ટી હશે. ત્યાં 17 સપ્ટેમ્બરથી દીનદયાળ ઔષધીનો પ્રારંભ કરવામાં આવશે. આમ રાજ્યના અનેક જિલ્લાઓ તાલુકાઓ નગરપાલિકા મહાનગરપાલિકામાં દીનદયાળ ઔષધીનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કરવામાં આવશે.
રાજ્યના 7100 ગ્રામ પંચાયતને સર્ટી આપવામાં આવશે
કોરોનાથી બચવા માટે વ્યક્તિને વેક્સિન મહત્વની છે. ત્યારે રાજ્યના કુલ 18 હજાર ગ્રામ્ય વિસ્તારોમાંથી 1700 જેટલા ગામમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ તમામ ગામના સરપંચોને રાજ્ય સરકાર તરફથી વેક્સિનેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આમ રાજ્યમાં કુલ 7100 ગામડા એવા છે કે, જેમાં તમામ નાગરિકોએ વેક્સિન નો પ્રથમ ડોઝ લઈ લીધો છે.
કોરોનામાં મૃત્યુ પામેલા માતા અથવા પિતાના બાળકોને સહાય
અફવાઓ વહેતી થઈ હતી કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સહાય યોજનાની જાહેરાત કરી છે તે હવે બંધ કરી દીધી છે. જે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્ય સરકારે આવી કોઈપણ સહાય બંધ નથી કરી સહાય આપવાનું ચાલુ જ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એટલે કે ૧૭ સપ્ટેમ્બરના નિમિત્તે રાજ્યમાં કોરોનાકાળમાં જે બાળકના ફક્ત માતા અથવા તો પિતા બંનેમાંથી એકનું મૃત્યું થયું હોય તેવા બાળકોને 2000ની માસિક સહાયનું પણ શરૂઆત કરવામાં આવશે. જ્યારે રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સહાય યોજના બંધ કરી નથી પરંતુ હવે જે રીતે વર્તમાન સમયમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને મૃત્યુનું પ્રમાણ પણ નહિવત છે. આ અરજી સ્વીકારવાની 31 ઓગસ્ટ પછી બંધ કરવામાં આવશે. તે રીતેની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે.
ઉજ્જવલા યોજનાનો પ્રારંભ
કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજ્વલા પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પણ જીવનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ત્રણ લાખથી વધુ લોકોને સહાય આપવામાં આવશે, તેવી જાહેરાત પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યના તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામદીઠ અમુક પેરામીટર પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સ્વચ્છતા ખુલ્લામાં શૌચ મુક્ત જેવા પેરામીટર્સને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર જે તે ગ્રામ્ય વિસ્તારને પુરસ્કાર પણ આપશે.