ETV Bharat / city

Omicron variant in Gujarat: સ્ટેટ બોર્ડર પર ચેકીંગ ફૂલ, એરપોર્ટ પર 15000થી વધુ ટેસ્ટ, લગ્ન સિઝનને લઈને કેસમાં વધારો

ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron variant in Gujarat) ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે કેટલાય દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત રાજ્યમાં 50થી વધુ પોઝિટિવ કેસો (Corona Update in Gujarat) સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના પણ લાગી રહી છે. આ બાબતે રાજ્ય સરકારે કેવી તૈયારીઓ કરી છે અને ગુજરાતમાં ત્રીજી લહેર (Third Wave Of Corona) ન આવે તેને ધ્યાનમાં લઈને કેવી કામગીરી કરવામાં આવી છે તે બાબતે રાજ્યના આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે તૈયારી બાબતે જણાવ્યું હતું કે એટ રિસ્ક કંટ્રીમાંથી અત્યાર સુધીમાં 15000થી વધુ લોકો આવ્યા છે અને તમામ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

Omicron variant in Gujarat:  સ્ટેટ બોર્ડર પર ચેકીંગ ફૂલ, એરપોર્ટ પર 15000થી વધુ ટેસ્ટ, લગ્ન સિઝનને લઈને કેસમાં વધારો
Omicron variant in Gujarat: સ્ટેટ બોર્ડર પર ચેકીંગ ફૂલ, એરપોર્ટ પર 15000થી વધુ ટેસ્ટ, લગ્ન સિઝનને લઈને કેસમાં વધારો
author img

By

Published : Dec 11, 2021, 5:22 PM IST

  • રાજ્યના ઓમિક્રોનના 3 પોઝિટિવ કેસ
  • જામનગરમાં સંપર્કમાં આવેલ તમામ લોકોના ટેસ્ટ કરાયા
  • અત્યારસુધીમાં AT RISK કન્ટ્રીમાંથી આવેલ 15,000 થી વધુના ટેસ્ટ કરાયા
  • 15,420 AT RISK કન્ટ્રી અને 200 લોકો અન્ય દેશોથી ગુજરાત આવ્યા

ગાંધીનગર : મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે 11 દેશોને At Risk ઉપર મૂકવામાં આવ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં 15000થી વધુ લોકો ગુજરાતમાં આવ્યા છે તે તમામ લોકોના કરવામાં આવ્યા છે. જેમાંથી 3 લોકો પોઝિટિવ સામે આવ્યા (Omicron variant in Gujarat) છે. જ્યારે 200 લોકો અન્ય દેશમાંથી આવ્યા છે તે તમામ લોકોના પણ ટેસ્ટિંગ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ મુસાફરો કે જે વિદેશથી આવ્યા છે તે તમામને 7 દિવસના ક્વોરન્ટીન પિરિયડ હેઠળ રાખવામાં આવ્યા છે.

લગ્નપ્રસંગને લઈને કેસમાં વધારો

અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કેસમાં સામાન્ય વધારો (Corona Update In Gujarat) થઈ રહ્યો છે પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં 50થી વધુ કેસો સામે આવી રહ્યા છે. જેના કારણમાં રાજ્યમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને લોકો એકઠા થઈ રહ્યા છે તે છે. આવા પ્રસંગોના કારણે રાજ્યમાં મહદંશે કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ લગ્નની સીઝન પૂર્ણ થયા બાદ આ કેસમાં ઘટાડો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી લગ્ન પ્રસંગ ખૂબ નાના પાયે યોજાતા હતા. પરંતુ હવે રાજ્ય સરકારે જે રીતની મંજૂરી આપી છે તેને ધ્યાનમાં લઇને મોટા પ્રસંગો થતા હોય છે તેને કારણે પણ કેસમાં વધારો થયો છે.

સ્ટેટ બોર્ડર પર સ્ક્રીનિંગ

મહારાષ્ટ્રમાં કેસ વધારે સામે આવી રહ્યા છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કેસોમાં ઉછાળો થયો છે, ત્યારે ગુજરાતમાં કેસમાં વધારો ન થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત સ્ટેટ બોર્ડ પર પણ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સાવચેતીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ (Omicron variant in Gujarat) પણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈપણ વ્યક્તિને કોઇ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ધોરણે આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.

ત્રીજી લહેરની આશંકા વચ્ચે મનોજ અગ્રવાલે તૈયારી બાબતે જણાવ્યું

જેટલા પણ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તમામના જીનોમ સિક્વન્સ થઈ રહ્યા છે

ગુજરાત રાજ્યમાં જેથી પ્રથમ નવા વેરિએન્ટનો કેસ (Omicron variant in Gujarat) સામે આવ્યો છે ત્યારથી રાજ્યમાં જેટલા પણ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તે તમામ પોઝિટિવ કેસ Genome sequence માટે મોકલવામાં આવી રહ્યા છે. જે બેથી ત્રણ દિવસની અંદર રિપોર્ટ સામે આવે છે. હજી સુધી આવા ફક્ત બે જ કેસ સામે આવ્યા છે અને ગુજરાતમાં કુલ ત્રણ કોરોનાવાયરસના નવા કેસ નોંધાયા છે. જે ત્રણેય જામનગર શહેરના છે. ત્યારે Genome sequencing માટે રાજ્ય સરકારે 15 કરોડની કિંમતનું એક નવું મશીન પણ કરી દીધું છે. જેથી આવનારા સમયમાં Genome sequencing પ્રક્રિયા વધુ ઝડપી થઈ શકે અને વધુમાં વધુ જીનોમ સિક્વન્સ થશે.

કેટલી દવાઓનો જથ્થો છે

આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને (Corona Third Wave) ધ્યાનમાં લઇને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ આયોજન કરી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં 80,000થી વધુ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે પુખ્ત વયના નાગરિકો માટે વેન્ટિલેટર 6551 બેડ ઉપરાંત 6268 ICU તૈયાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઓક્સિજન સાથેના નોન ICU બેડ 48,744 અને ઓક્સિજન વિનાના 19,673 બેડ તૈયાર કરાય છે, ઉપરાંત 3 લાખથી વધુ રેમડેસીવીર ઇન્જેક્શન, લિથો સોમલ એન્ફો થેરીસીન B-50 MG ના 71,485 ઇન્જેક્શન, ટેક્સલીઝુમેબના 1354 ઇંજેક્શન, 11,42,122 VTM કીટ, ફેવિપેરા ટેબ્લેટ 27 લાખનો જથ્થો સ્ટોકમાં રાખવામાં આવ્યો છે.

ટેસ્ટિંગ સુવિધામાં વધારો

એપ્રિલ અને મે મહિનામાં ટેસ્ટિંગ માટે બે દિવસની રાહ જોવી પડતી હતી તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે કુલ 121 જેટલી લેબ RTPCR ટેસ્ટિંગ માટે ઊભી કરી છે. જેમાં 58 સરકારી હોસ્પિટલમાં અને 63 ખાનગી લેબોરેટરીમાં પણ સમાવેશ થયો છે. રાજ્ય સરકારે અલગ અલગ ટેસ્ટ માટે કુલ 133 લેબ ઊભી કરી છે જેથી લોકોને ટેસ્ટિંગ માટે કોઈ તકલીફ પડે નહીં.

આ પણ વાંચોઃ Omicron First Case in Jamnagar: ગુજરાતમાં થશે હવે જીનોમ સિક્વન્સીંગ, મનોજ અગ્રવાલ

આ પણ વાંચોઃ ગુજરાત ટેસ્ટીગ ટ્રેકિંગ ફાસ્ટ, તમામ મુસાફરોના ટેસ્ટ થશે: મનોજ અગ્રવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.