ETV Bharat / city

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ડેન્ગ્યુના 216 અને મેલેરિયાના 126 કેસ, 22 બિલ્ડિંગોને અપાઈ નોટિસ

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે, ત્યારે અત્યાર સુધીના ડેન્ગ્યુના 216 અને મેલેરિયાના 126 કેસ નોંધાયા છે. તાજેતરમાં જ વિવિધ સાઇટ્સમાં જોવા મળતા મચ્છરોના પોરાના કારણે 22 સાઇટ્સને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ પહેલા પણ અન્ય બિલ્ડિંગોને નોટિસ પાઠવવામાં આવી હતી.

ETVbharat
ETVbharat
author img

By

Published : Oct 24, 2021, 12:29 PM IST

  • કોર્પોરેશન દ્વારા ચાલી રહ્યો છે હેલ્થ સર્વે
  • આ પહેલા ચોમાસામાં 179 સાઇટ્સને નોટિસ અપાઈ હતી
  • આ વખતે 22 જગ્યાએ મચ્છરોના પોરા જોવા મળ્યા

ગાંધીનગર: ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં હેલ્થ સર્વેની કામગીરી છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો જોવા મળ્યો છે. મચ્છરોના પોરાના કારણે આ કેસ વધ્યા છે. ચોમાસામાં શરૂ કરેલી હેલ્થ સર્વેની કામગીરી અત્યારે પણ કોર્પોરેશન વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે ચાલી રહી છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ડેન્ગ્યુના 216 અને મેલેરિયાના 126 કેસ, 22 બિલ્ડિંગોને અપાઈ નોટિસ

આ પણ વાંચો: ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળાનો કહેર, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોનો રાફડો ફાટ્યો

અર્બન હેલ્થની 162 ટીમો, સુપરવાઈઝરની 26 ટીમો સર્વેમાં સામેલ કરાઈ

કોર્પોરેશનના મેડિકલ હેલ્થ કમિશ્નર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, ગાંધીનગરમાં બનતી સાઇટ્સ, બિલ્ડિંગો કે જાહેર જગ્યાઓ પર ચોમાસા દરમિયાન પાણી ખુલ્લા રહેતા હોય છે. જેથી પોરા વધી જાય છે અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે. કોર્પોરેશન દ્વારા સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે અર્બન હેલ્થની 162 ટીમો જ્યારે સુપરવાઈઝરની 26 ટીમો સર્વેમાં સામેલ કરવામાં આવી છે. જેમને તાજેતરમાં બિલ્ડિંગોની સાઇટ્સ ચકાસતા 22 જગ્યાએ મચ્છરના પોરા જોવા મળતા નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં રોગચાળો વકર્યો, મેલેરિયાના 48, ડેન્ગ્યુના 46 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા

ચોમાસાની વિદાય લેવા છતાં પણ જોવા મળી રહ્યા છે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ

મેલેરિયાના 126 કેસ નોંધાયા છે, જ્યારે તેનાથી ડબલ જેટલા ડેન્ગ્યુના 216 કેસો સામે આવ્યા છે. ચોમાસામાં ખુલ્લી જગ્યાએ અત્યાર સુધી પાણીનો ભરાવો થતો હતો પરંતુ અત્યારે ચોમાસાએ વિદાય લીધી છે. છતાં પણ શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ જોવા મળ્યા છે. આ પહેલા બેથી ત્રણ મહિના પહેલા કોર્પોરેશને 179 જેટલી સાઇટ પર જોવા મળતા મચ્છરોના પોરાના કારણે બિલ્ડીંગોને નોટિસ અપાઈ હતી. તે છતાં પણ જુદી જુદી બિલ્ડિંગોમાં પોરા જોવા મળ્યા હતા. કોર્પોરેશનના મેડિકલ હેલ્થ કમિશનર કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, અત્યારે આવા પોરા મચ્છરોના જોવા મળ્યા છે ત્યાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.