- તૌકતે વાવાઝોડા મુદ્દે રાત્રીના 1.30 સુધી કોઈ જાનહાની નહિ
- વાવાઝોડાની તીવ્રતાને કારણે અમુક તાલુકાઓમાં પાવર કટનો લીધો હતો નિર્ણય
- રાત્રી 1.30 સુધી અનેક વૃક્ષો ધરાશાયી થયા
- લોકો સલામત હોવાનો રાજ્ય સરકારનો દાવો
ગાંધીનગર: ગુજરાત રાજ્યના દરિયા કિનારે દીવ અને ઉનાની આસપાસ રાત્રિના નવ વાગ્યાની આસપાસ વાવાઝોડું આવ્યું હતું ત્યાર બાદ રાત્રીના એક વાગ્યા સુધી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત મુખ્ય અગ્ર સચિવ અને ઉચ્ચ અધિકારીઓ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રહીને પરિસ્થિતિ બાબતે સતત જિલ્લા કલેક્ટરો સાથે સંપર્કમાં રહ્યા હતા. રાત્રે 9 કલાકની આસપાસ રાજ્યના મહેસૂલ અગ્રસચિવ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં વાવાઝોડું લેન્ડ ફોલ થયું છે જેમાં શરૂઆતમાં 150થી 175 પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ટકરાયું હતું.
રાત્રે 9 વાગે વાવાઝોડું ટકરાયું
પંકજકુમાર વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે નવ કલાકની આસપાસ ઉનાની નજીક 150થી 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. જ્યારે જાફરાબાદ અને પીપાવાવમાં 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાઇ છે. જે સૌથી વધારે ઝડપ હતી. આ ઉપરાંત પવનની ગતિ હોવાના કારણે અમુક તાલુકાઓમાં પાવર કટ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઇ થયા હતા.
આ પણ વાંચોઃ દ્વારકામાં પૂરઝડપે પવન ફૂંકાવાની સાથે દરિયાઈ વિસ્તારમાં કરંટ જોવા મળ્યો
કોવિડ હોસ્પિટલમાં કોઈ અવરોધ નહિ
પંકજકુમાર વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયા કિનારાની આસપાસના જિલ્લાઓમાં 1400થી વધુ કોવિડ હોસ્પિટલો કાર્યરત છે પરંતુ એક પણ કોઈ હોસ્પિટલ અવરોધ આવ્યો નથી. જ્યારે દરિયામાં પાંચથી છ મીટર સુધી ઉંચા મોજા ઉછળ્યા હતા. આ ઉપરાંત રાત્રીના બે વાગ્યા સુધી કોઇપણ જાનહાનિ થઇ ન હોવાનું માહિતી રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. જ્યારે હવે લેન્ડ ફોલ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે.
આવતીકાલ સાંજે 5 કલાક સુધી ચક્રવાત રાજ્યમાંથી પસાર થશે
પંકજકુમારે વધુમાં જણાવ્યું હતું કે, ઉના ખાતે વાવાઝોડું થયું છે. જેમાં પ્રભાવિત વિસ્તારોમાં હવે તારી ખાંભા અમરેલી રાજુલા અને જાફરાબાદનો સમાવેશ થાય છે. જ્યારે ઉના અને ગીરગઢડામાં સૌથી વધુ અસર વાવાઝોડાની દેખાય છે. જ્યારે 18 મેના સાંજ સુધી આ ચક્રવાત રાજ્યમાંથી પસાર થશે જેની અસર અમદાવાદ, આણંદ, જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પણ જોવા મળશે. જ્યારે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને આણંદ સુધી પવનની ગતિ વધારે રહેશે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પગલે પાટણમાં હવામાન પલટાયું
આંખ પસાર થઈ છે
પંકજકુમાર વધુમાં જણાવ્યું હતું કે, ચક્રાવત ઉના ખાતે લેન્ડ થયું છે. જેમાં ચાર કલાક બાદ ફક્ત હજુ આઈ પસાર થઈ છે જ્યારે પાછળનો ભાગ પસાર થવાનો બાકી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો ચક્રાવતનો પાછળનો ભાગ જ વધુ જોખમ કારક અને વધુ તીવ્ર ગતિનો હોય છે, જે ટૂંક સમયમાં એટલે કે આખી રાત દરમિયાન પસાર થશે. જેની અસર આખા રાજ્યમાં દર્શાવશે અને ચક્રવાતના કારણે રાજ્યના 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પણ પડયો હોવાનું હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યું છે.