ગાંધીનગર : શનિ અને રવિની રજા બાદ આજે સોમવારે ગુજરાત વિધાનસભાનું 12 વાગે સત્ર (Gujarat Assembly Session 2022) મળ્યું છે.જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો ટેકેદારો સાથે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરી રહ્યા હતાં. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે ટેકેદારોને પ્રવેશ ન અપાતા સલામતી વિભાગના જવાનો સાથે કોંગ્રેસના ધારાસભ્યોની રકઝક થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ આક્ષેપ કર્યા હતાં કે, ગુજરાત વિધાનસભાની અંદર ભાજપ પક્ષો પોતાના કાર્યકર્તાઓને અને ટેકેદારોને બસો ભરીને વિધાનસભાની કાર્યવાહી જોવા માટે લઈ આવી આવે છે. પરંતુ અમારા ત્રણ ટેકેદારોએ પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે આ ગુજરાત વિધાનસભા છે ભાજપની વિધાનસભા નથી.
"અમારું અપમાન થયું છે" - કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરાએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોને ટેકેદારો સાથે પ્રવેશ (Congress No Entry in Assembly) નહીં આપવાનો જે જોહુકમી નિર્ણય કર્યો છે. તેનાથી અમારૂં અપમાન થયું છે. વિધાનસભામાં ધારાસભ્યનું અપમાન થયું છે જે ચલાવી લેવામાં નહીં આવે. આમ ભાજપના ધારાસભ્યો અને ટેકેદારોને બસો ભરીને ગુજરાત વિધાનસભામાં લાવવામાં આવે છે. પરંતુ અમારા ત્રણ ટેકેદારો (No Entry Congress MLAs in Assembly) પણ નડે છે અને તેમને પ્રવેશ આપવામાં નથી આવતો.
આ પણ વાંચો : મહેસાણામાં વન સંરક્ષણની પરીક્ષાનું પેપર ફૂટવાને લઈને જીતુ વાઘાણીનું નિવેદન
સત્ર પહેલા જ માહોલ ગરમ - વિધાનસભા ગૃહની સત્ર 12 વાગ્યે મળવાનું છે. પરંતુ તે પહેલાં જ વિધાનસભા સંકુલમાં ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાની અંદર (Congress MLAs Supporters Assembly No Entry) પ્રવેશતા જ સલામતી વિભાગ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. અને ફક્ત ધારાસભ્યોને દેવામાં આવી જવા દેવામાં આવશે. પરંતુ તેમના ટેકેદારોને કોઈપણ પ્રકારનો અંદર પ્રવેશ આપવામાં નહીં આવે તેવી પણ ચર્ચા થઈ હતી. ત્યારે વિધાનસભાના પ્રવેશદ્વાર ઉપર જ માહોલ જામ્યો હતો.
આ પણ વાંચો : GSEB Exam 2022: કચ્છમાં ધોરણ 10 અને 12ના 44,235 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
પેપર મુદ્દે વિરોધ - ચાર વર્ષ પછી ગુજરાત સરકાર દ્વારા વન વિભાગની પરીક્ષા (Protest over Forest Department Exams) યોજાઈ હતી. રવિવારે યોજાનારી પરીક્ષામાં મહેસાણા ખાતેના ઉનાવા ગામથી પેપર લીકની ઘટના સામે આવી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસના ધારાસભ્ય કર્યો હતો. ત્યારે ગુજરાતના યુવાનોનું નસીબ ખરાબ છે કે જેમને આવી પેપર ફોડતી સરકાર પ્રાપ્ત થઈ છે. ત્યારે આવા આક્ષેપ પણ વિક્રમ માડમે કર્યા હતા.
અંતે પ્રવેશ મળ્યો - ગુજરાત વિધાનસભા સંકુલમાં વિક્રમ માડમ, લલિત કગથરા સલામતી શાખા સાથે જીભાજોડી બાદ પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે વિધાનસભા સંકુલની બહાર ઊભેલા કોંગ્રેસના ટેકેદારોને વિક્રમ માડમ ગણી ગણીને અંદર લઈ ગયા હતાં. ત્યારે પ્રતાપે દૂધાતે જણાવ્યું હતું કે, અમે તમામ ટેકેદારોને ડંકાની ચોટ પર વિધાનસભાની અંદર પ્રવેશ અપાવ્યો છે. જ્યારે આ વિધાનસભા કોઈના બાપની જાગીર ન હોવાનું નિવેદન પણ પ્રતાપ દૂધાતે કર્યું હતું.