ETV Bharat / city

કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે લીધા મહત્વના નિર્ણય, 3 કરોડ લોકોની સુવિધા માટે શરૂ કરાશે 'નિરામય યોજના' - શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ

આજે દિવાળી બાદ પહેલી કેબિનેટ બેઠક (Cabinet Meeting) મળી હતી. બેઠકમાં હેલ્થ ઇસ્યુને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 30 વર્ષથી ઉપરના રાજ્યના 3 કરોડથી વધુ લોકો છે જેમનું સ્ક્રીનિંગ (Screening) શરૂ કરાશે. કેટલાક રોગો સામે અવરનેસના ભાગરૂપે થઈ રહેલા મૃત્યુને રોકવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચ્છની જમીન માપણી, રોજગાર ગ્રામ યાત્રા જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે લીધા મહત્વના નિર્ણય

author img

By

Published : Nov 10, 2021, 7:47 PM IST

  • શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગનું નામ બદલવામાં આવ્યું
  • હેલ્થ અવેરનેસ માટે નિરામય યોજના શરૂ કરવામાં આવશે
  • આ વખતે 3,225 ક્વિન્ટલ જેટલી મગફળીની ખરીદી કરાઈ

ગાંધીનગર: આજની કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં શ્રમ અને રોજગાર વિભાગને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કચ્છની જમીન માપણી, રોજગાર ગ્રામ યાત્રા વગેરેને લઈને પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani)એ લેવાયેલા આ નિર્ણયો અંગે સ્પષ્ટતા કરી હતી.

શ્રમ અને રોજગાર વિભાગનું નામ 'શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ' કરાયું

જીતુ વાઘાણીએ કહ્યું કે, શ્રમ અને રોજગાર વિભાગ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. આજની કેબિનેટ બેઠકમાં શ્રમ અને રોજગાર વિભાગનું નામ હવેથી શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ નક્કી કરવામાં આવ્યું છે, જેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

પાલનપુરથી શરૂ કરાશે નિરામય યોજના

આરોગ્ય વિભાગ તરફથી નિરામય યોજના શરૂ કરાશે. 30 વર્ષથી ઉપરના લોકોનું સ્ક્રીનિંગ દર શુક્રવારે થશે. ચેપી રોગના કારણે વધુ મૃત્યુ થાય છે. આ ઉપરાંત કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ, હાર્ટ એટેક વગેરે જેવા રોગો માટેનું સ્ક્રીનિંગ થશે અને ચેકઅપ કરીને કાર્ડ આપવામાં આવશે. તારીખ 12 નવેમ્બરથી પાલનપુરથી મુખ્યપ્રધાન તેની શરૂઆત કરાવશે. જ્યારે આરોગ્ય પ્રધાન મહેસાણા હાજર રહેશે. 41 જગ્યા પર આ કાર્યક્રમ યોજાશે. આ બધા રોગમાં રોજ દવા લેવાથી 12થી 15 હજારનો ખર્ચ થાય છે, જે ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેવું શિક્ષણ પ્રધાને કહ્યું હતું.

દૂધની ભેળસેળ માટે લેવાશે સેમ્પલ

તેમણે વધુમાં કહ્યું કે, આરોગ્ય વિભાગ તરફથી ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ 5 જેટલી શરૂ થશે. 45 લાખ આ વાનનો ખર્ચ થાય છે. ફૂડ સેમ્પલ વાનમાં જ ચેક થશે. વેપારીઓ ગેરરીતિ કરતા અટકશે. આ વાનમાં ઇન્ફો સ્કેન મીટર મૂકાયું છે. દૂધની અંદર મિલાવટ કરનારાઓને રોકવા માટે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવાશે. અન્ય નવી વાન પણ આગામી સમયમાં મૂકવામાં આવશે.

આત્મનિર્ભર ગ્રામ યાત્રા 18,19 અને 20 નવેમ્બરથી શરુ થશે

આગામી સમયમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા 18,19 અને 20 નવેમ્બરથી શરુ કરવામાં આવશે. આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત જિલ્લા પંચાયતમાં થશે. 835 જેટલા ખાત મુહૂર્ત કરાશે. મહિલા બાળ વિકાસ, સિંચાઇ સહિતના 9 વિભાગો તેમાં જોડાશે. 5,503 કામોનું લોકાર્પણ કરવામાં આવશે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા આગામી સમયમાં નવી તકો લાવશે. 500 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો સંકલન થઈને કરવામાં આવશે, જ્યાં પ્રધાનો પણ આ દિવસે હાજર રહેશે, તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

ગત વર્ષ કરતાં મગફળીમાં ઓછું રજિસ્ટ્રેશન થયું

જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે, મગફળીની ખરીદી 90 દિવસ ચાલશે. ગયા વખત કરતા ઓછું રજિસ્ટ્રેશન થયું છે. MSP પ્રાઈઝ નક્કી કરાતા, ખુલ્લી બજારમાં ખેડૂતો વેચી શકે તે પ્રકારની સવલતો મળતા ઓછું રજિસ્ટ્રેશન થયુ છે. પોતાની રીતે ખેડૂતો માલ વેચી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 3,225 ક્વિન્ટલ જેટલી મગફળીની ખરીદી કરી છે, જેમાં 180 કરોડ રૂપિયા રકમ ખેડૂતો માટે ચૂકવી છે. કચ્છની જમીન માપણીને લઇને કહ્યું કે, આવતીકાલે 283 જેટલી જમીન માપણી કરાયા બાદ આવતીકાલે હુકમ પત્રો આપવામાં આવશે.

આ પણ વાંચો: Migrants in Surat : સુરતમાં પરપ્રાંતીયોની આર્થિક-રાજકીય ગણિતમાં મહત્ત્વની ભૂમિકા

આ પણ વાંચો: War Against Drugs: ગુજરાતમાંથી 5 મહિનામાં અંદાજિત 24,800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.