ETV Bharat / city

સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં રાત્રિ કરફ્યૂ 18 મે સુધી યથાવત - કોર કમિટિની બેઠક

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂને એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યું છે. રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યૂ રહેશે. આ પહેલા 11 મે સુધી કરફ્યૂ કરવામાં આવ્યું હતું.

સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં રાત્રિ કરફ્યૂ 18 મે સુધી યથાવત

author img

By

Published : May 11, 2021, 9:17 PM IST

  • 12 મેથી 18 મે સુધી કરફ્યૂ લંબાવવામાં આવ્યું
  • કોર કમિટીની બેઠકમાં મુખ્યપ્રધાને લીધો નિર્ણય
  • રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓને અપાઈ છૂટ

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસો નિયંત્રણમાં લાવવા માટે કરફ્યૂ લંબાવવામાં આવ્યું છે. રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યૂ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના આ મર્યાદિત નિયંત્રણો મુકાયા છે. કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કરફયુ તારીખ 11 મે સુધી રાખવામાં આવેલો હતો તે તારીખ 12 મેથી તારીખ 18 મે એમ 7 દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.

આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે વોર્ડ શરૂ કરાશે

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જેમાં, અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તેમજ ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્માની દુકાનો ચાલુ રહેશે. જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપરાંત 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત રહેશે.

કોરોના સંક્રમણ કેસોની સંખ્યા 14,500 માંથી 11000 થઈ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યના સૌ નાગરિકો, નાના-મોટા વેપારીઓ, ઊદ્યોગો, આરોગ્ય જગત બધાના સહકાર અને સહિયારા પ્રયાસોના પરિણામના સ્વરૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા 14,500થી ઘટાડી 11000 સુધી થઈ છે.

આ પણ વાંચો: દર્દી પાસે રહેઠાણ પ્રમાણપત્ર ન હોય તો પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ

સમગ્ર પરિસ્થિતીનો ક્યાસ કાઢ્યા બાદ કોર કમિટીમાં નિર્ણય લેવાયો

મુખ્યપ્રધાને એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત અને સુરક્ષિત રાખવા મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દનને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણો અમલમાં મૂક્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો ક્યાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતી આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.