ETV Bharat / city

Night Curfew Extend in Gujarat: હવે 11થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ, જાહેરમાં નવા વર્ષની ઉજવણી રદ - કોરોનાના પોઝિટિવ કેસ

રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યૂના સમયમાં વધારો (Night Curfew Extend in Gujarat) કર્યો છે, જે અંતર્ગત હવે 25 ડિસેમ્બરથી રાત્રીના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.. ત્યારે નવા વર્ષની ઉજવણી ઉપર પણ આડકતરી રીતે રોક લાગી ગઈ છે.

Night Curfew Extend in Gujarat: હવે 11થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ, જાહેરમાં નવા વર્ષની ઉજવણી રદ

author img

By

Published : Dec 24, 2021, 7:44 PM IST

ગાંધીનગર: ખરેખર રાજ્યમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો 23 ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 111 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અમદાવાદ-વડોદરામાં નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron Cases in Gujarat)ના પાંચથી વધુ કેસ સામે આવતા રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યૂના સમયમાં વધારો (Night Curfew Extend in Gujarat) કર્યો છે, જે અંતર્ગત હવે 25 ડિસેમ્બરથી રાત્રીના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રાખવાની જાહેરાત કરવામાં આવી છે..

Night Curfew Extend in Gujarat: હવે 11થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ, જાહેરમાં નવા વર્ષની ઉજવણી રદ
Night Curfew Extend in Gujarat: હવે 11થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ, જાહેરમાં નવા વર્ષની ઉજવણી રદ

જાહેરમાં નવા વર્ષની ઉજવણી નહિ થઈ શકે

ડિસેમ્બરના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને ગુજરાતના યુવાઓ નવા વર્ષની ઉજવણી માટેના અનેક આયોજન કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને જુનાગઢ જેવા કોર્પોરેશન વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી નહીં થઈ શકે. કારણ કે આ તમામ મોટા શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રિના અગિયાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે નવા વર્ષની ઉજવણી ઉપર પણ આડકતરી રીતે રોક (New Year celebrations canceled in Gujarat) લાગી ગઈ છે. જેથી આ નવા વર્ષની ઉજવણી નહીં થઈ શકે..

રાત્રી કર્ફ્યૂ તોડશો તો થશે કાર્યવાહી

મળતી માહિતી પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા તમામ પોલીસ કમિશ્નર અને પોલીસ જિલ્લાઓને કોરોનાનો નવો વેરિયન્ટ વધુ લોકોમાં પ્રસરે નહિ અને રાત્રી કર્ફ્યૂનું સંપૂર્ણપણે પાલન થાય તે બાબતે સૂચના પણ આપી દેવામાં આવી છે અને જો કોઈ પણ વ્યક્તિ નિયમ તોડશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવશે..

ગુજરાતમાં ઓમિક્રોન કેસમાં સતત વધારો

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી આ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે 23 ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 111 જેટલા કોરોનાના કેસ સામે આવ્યા હતા અને છેલ્લા સાત દિવસની વાત કરવામાં આવે તો 50થી વધુ કેસ સામે આવી રહ્યા છે. અગાઉ 125 જેટલા એક્ટિવ કેસ સમગ્ર રાજ્યમાં હતા ત્યારે અત્યારે હાલની પરિસ્થિતિમાં 650થી વધુ એક્ટિવ કેસ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. આમ જે રીતે કેસમાં સતત વધારો (corona cases increse in gujarat) થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

દુકાન વેપાર રાત્રીના 11 વાગ્યા સુધી કાર્યરત રહી શકશે

રાજ્ય સરકારના ગૃહ વિભાગના નોટિફિકેશન પ્રમાણે રાત્રીના અગિયાર વાગ્યાથી એક પણ વેપાર ધંધો રોજગાર ચાલુ રાખી શકાશે નહીં. તમામ વેપાર ધંધા રાત્રીના અગિયાર વાગ્યાથી બંધ કરવા પડશે. આમ 11 વાગ્યા સુધી જ તમામ દુકાનો અને રોજગાર કાર્યરત રાખવા પડશે જ્યારે આ નિયમ ફક્ત કોર્પોરેશન વિસ્તારમાં જ લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં આ નવુ નોટિફિકેશન લાગુ થશે.

આ પણ વાંચો: Omicron in Vadodara: વડોદરામાં નોંધાયા વધુ 7 ઓમિક્રોનના કેસ

આ પણ વાંચો: ભારતમાં ડેલ્ટાએ જે ખાનાખરાબી કરી એટલો ઘાતક નહીં હોય ઓમિક્રોન: વાઈરોલોજિસ્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.