- ગાંધીનગરની NFSUની ટીમ યુએસની ટીમ સાથે મળી કરશે મદદ
- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમ થયાં હતાં સૈનિકો
- નોર્થ અને ઇસ્ટ વિભાગમાં આ અવશેષો શોધાશે
- ફોરેન્સિક આર્કિયોલોજિસ્ટ, ફોરેન્સિક ઓડોન્ટોલોજીસ્ટની મદદથી કરાશે ઓળખ
- અમેરિકા પાસે અત્યારે પણ સચવાયેલી છે તેમના સૈનિકોની ઓળખ
ગાંધીનગર : ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે ડિફેન્સ પીઓડબલ્યુ એમઆઈએ એકાઉન્ટિંગ DPAA એજન્સી સાથે એક એમઓયુ સાઈન કર્યા છે. DPAAનું મેન મિશન એ છે કે, ભૂતકાળમાં જે મોટા યુદ્ધ થયા છે તેમાં સૈનિકો ગુમ થયાં છે તેની તમામ માહિતી એકત્ર કરવામાં આવે. જેથી ભારતમાં પણ નોર્થ અને દેશના ઇસ્ટ વિભાગમાં આઇડેન્ટિફાય કરી તેમના અવશેષો શોધવામાં આવશે.
આ પણ વાંચોઃ ચીનમાં H10N3 બર્ડ ફ્લૂથી સંક્રમિત થયેલો પહેલો દર્દી મળ્યો
ગુમ થયેલા સૈનિકોની ઓળખ કરવા અને રિકવર કરવા માટે અમેરિકા ગાંધીનગર પહોંચ્યું
DPAA મિશન માટેના, એન.એફ.એસ.યુના પ્રોજેક્ટ મેનેજર ડૉ. ગાર્ગી જાનીએ કહ્યું કે, ગાંધીનગર ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ડિફેન્સ પીઓડબલ્યુ એમઆઈએ એકાઉન્ટિંગ (DPAA) સાથે 27 મેના રોજ ગુરુવારે આ એમઓયુ સાઈન કર્યાં હતાં. DPAA એ તેમના પાસ્ટ કોન્ફ્લિક્ટ જે થયા છે જેમકે વર્લ્ડ વોર 2, વિયેતનામ, કોલ્ડવોર જેમાં સોલ્જર ગુમ થયાં છે તેમને આઇડેન્ટિફાઈ કરવા અને રિકવર કરવા માટે કામ કરે છે. જે હેતુથી એન.એફ.એસ.યુ એ DPAA સાથે ભારતમાં આ સૈનિકોને રિકવર અને આઇડેન્ટિફાય કરવા માટે હાથ મિલાવ્યાં છે. જેઓ વર્લ્ડ વોર 2માં અહીંથી ગુમ થઈ ગયાં હતાં હવે તેમના અવશેષો શોધવામાં આવશે.
જાણો કોણ હશે આ રિસર્ચ ટીમમાં સામેલ
"NFSU એક ટીમ બનાવશે. આ ટીમ યુએસના રિપ્રેઝન્ટેટીવ સાથે સંયુક્તપણે કામ કરશે. જેમાં ફોરેન્સિક આર્કિયોલોજિસ્ટ, ફોરેન્સિક ઓડોન્ટોલોજીસ્ટ અને આંત્રપ્રિલોજિસ્ટ ટીમમાં સામેલ થશે. જેમની સાથે ઇન્ડિયન રિપ્રેઝન્ટેટીવ, યુ.એસ. રિપ્રેઝન્ટેટીવ પણ આવશે. જેમાં ફોરેન્સિક આર્કિયોલોજિસ્ટ, ફોરેન્સિક ઓડોન્ટોલોજીસ્ટ અને આંત્રપ્રિલોજિસ્ટની ટેક્નિક યુઝ કરવામાં આવશે. આ પ્રોજેકટના NFSUના વી.સી. ડૉ. જે.એમ. વ્યાસ, કેમ્પસ ડિરેક્ટર ડૉ. એ.સો. જુનારીની લીડરશિપ હેઠળ થશે. જ્યારે ડૉ. ગાર્ગી જાની આ પ્રોજેકટને કોર્ડીનેટ કરી રહ્યાં છે. આગામી સમયમાં આ વર્ષના નવેમ્બર, ડિસેમ્બર સુધીમાં ટીમ તૈયાર કરી શોધખોળ પણ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને બચેલા અવશેષોમાં દાંત પરથી વધુ ઓળખ થશે.
- ડૉ. ગાર્ગી જાની, પ્રોજેક્ટ મેનેજર nfsu ફોર dpaa મિશન
અમેરિકા તેમની પાસે વર્ષો જૂની સચવાયેલી સૈનિકોની ઓળખ પરથી કરશે આ રીતે રિસર્ચ
ખાસ કરીને દાંતના નિશાન પરથી તેમજ બોન પરથી આ ઓળખ કરાશે. વર્ષો સુધી તેના અવશેષો રહે છે. ઇન્ડિયન રિપ્રેઝેન્ટિટિવ, યુએસ રિપ્રેઝેએન્ટિટિવ અને NFSU રિપ્રેઝેન્ટિટિવ અહીં આવશે અને આઇડેન્ટિફાઈ કરેલા નોર્થ, ઇસ્ટ સ્થળ પર ઓન ફિલ્ડ જશે. સાયન્ટિફિકલી આઈડેન્ટિફીકેશન અને રિકવરીમાં હેલ્પ કરશે. વર્લ્ડ વોરને 75થી વધુ વર્ષ થયાં છે. જેથી તેમના બોન, ટીથ પરથી તેમની ઓળખ થશે. અમેરિકા પાસે પણ જે તે સમયના આ સૈનિકોની ઓળખ સચવાયેલી છે જેથી તેના આધારે આઈડેન્ટિફાય કરાશે. આ ઉપરાંત ફોરેન્સિક આર્કિયોલોજિસ્ટ, ફોરેન્સિક ઓડોન્ટોલોજીસ્ટ અને આંત્રપ્રિલોજિસ્ટની ટેક્નિક યુઝ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ જો ગેરકાયદે વપરાશકર્તાઓ પાસેથી ટેક્સ લો છો તો શું તમને ખબર નથી કે તેની પાસે બીયુ પરમિશન છે કે નહીં?: ગુજરાત હાઈકોર્ટ
75થી વધુ વર્ષ પહેલાં ભારતમાં ગુમ થયેલા અમેરિકાના 400 સૈનિકોની ઓળખ કરશે NFSU - Gandhinagar NFSU
1939થી 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ થયું હતું. જેમાં અમેરિકાના સૈનિકો ભારત આવ્યાં હતાં એમાંથી 400થી વધુ સૈનિકો અહીં જ ગુમ થયાં હતાં. હવે અમેરિકા આ સૈનિકોના અવશેષો શોધવા અને તેમની ઓળખ મેળવવા ગાંધીનગર સુધી પહોંચ્યું છે અને NFSU સાથે આ ઓળખ કરવા માટે MOU સાઈન કર્યા છે. હવે 75થી વધુ વર્ષ પહેલા ભારતમાં ગુમ થયેલા અમેરિકાના 400 સૈનિકોની ઓળખ દાંત અને બોન-હાડકાં પરથી કરવામાં આવશે. NFSU હેઠળની FSL પણ આ કામમાં મદદ કરશે.
75થી વધુ વર્ષ પહેલાં ભારતમાં ગુમ થયેલા અમેરિકાના 400 સૈનિકોની ઓળખ કરશે NFSU