ETV Bharat / city

ગુજરાતની નવી ટીમ તૈયાર, વિધાનસભા અધ્યક્ષપદેથી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું, આખું ઘર બદલી નાખ્યું - New cabinet

આજે નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટની રચના થશે અને પ્રધાનો શપથ લેશે. જોકે આ કાર્યક્રમ ગઈકાલે થવાનો હતો જે રદ્દ કરીને આજે રાખવામાં આવ્યો છે. આજ સવારથી જ ગાંધીનગરમાં તમામ ધારાસભ્યોએ ધામા નાખ્યા છે.

ગુજરાતની નવી ટીમ તૈયાર, વિધાનસભા અધ્યક્ષપદેથી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું, આખું ઘર બદલી નાખ્યું

author img

By

Published : Sep 16, 2021, 12:04 PM IST

  • આજે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાન લેશે શપથ
  • નો રિપિટ થિયરી યથાવત
  • તમામ ધારસભ્યોનો ઝમાવડો ગાંધીનગરમાં

ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. કેમ કે આજે(ગુરુવાર) ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમની જાહેરાત થવાની છે. ધારાસભ્યો આજે શપથ લઈ શકે છે. જો કે આ આખો કાર્યક્રમ ગત રોજ થવાનો હતો, પણ સિનિયર નેતાઓની નારાજગીના કારણે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

આજે શપથવિધિ

હવે આજે બપોરે આ શપથગ્રહણ સમારંભ યોજાશે. ત્યારે હવે એક મોટી અપડેટ આવી રહી છે તે પ્રમાણે જોઈએ તો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું છે. નવી સરકારના નવા પ્રધાનોની સાથે અધ્યક્ષ પદ બાદમાં નક્કી કરવામાં આવશે. હાલ તો ગુજરાતના ધારાસભ્યોને ફોન કરીને શપથગ્રહણમાં હાજર રહેવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે.

આ પણ વાંચો : સુર્ય કન્યા રાશીમાં આજે પ્રવેશ કરશે

નો રીપિટ થિયરી યથાવત

આજ રોજ ગાંધીનગર ખાતે યોજાવા જઇ રહેલી નવા પ્રધાનમંડળની શપથવિધિને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. નવા પ્રધાનમંડળની રચનાને લઇ ધારાસભ્યોને ફોન કરવાના શરૂ કરી દેવાયા છે. જો કે, તાજેતરમાં જે નામો સામે આવી રહ્યા છે, તેનાથી સૌ કોઈ ચોંકી રહ્યા છે. હાલ સુધી એવી ચર્ચા ચાલી રહી હતી કે, નો રિપીટ થિયરી અપનાવામાં આવશે, પણ પ્રયોગ હાથીના દાંત જેવો સાબિત થયો છે. જેમાં ચાવવા જુદા અને દેખાડવાના પણ જુદા.

આ પણ વાંચો : Corona Vaccination પછી પણ 23,239 મુંબઈવાસીઓ થયા કોરોના સંક્રમિત

અનેક નેતાઓને કરવામાં આવ્યા ફોન

રૂપાણી પહેલાની સરકારોમાં પ્રધાન રહેલાને પાટિલે ફરી વાર ચાન્સ અપાવ્યો હોવાની પણ એક વાત વહેતી થઈ છે.જેમાંથી બે જણાં કોંગ્રેસના આયાતી નેતાઓને પણ જગ્યા આપવામાં આવી હોવાની વાતો ફેલાઈ છે.સવાર સવારમાં જે નેતાઓને ફોન ગયા છે, તેમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પ્રધાન બનવા માટે ફોન આવ્યો હોવાની વાત સામે આવી છે. તો બીજી બાજુ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને પ્રધાન બનવા માટેનો ફોન આવ્યો છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ ફોન આવ્યો. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને પણ પ્રધાન બનવા માટેનો ફોન આવ્યો છે. કાંકરેજના ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલાને પણ પ્રધાન બનવા માટેનો ફોન આવ્યો છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.