ETV Bharat / city

ગુજરાતના 10 જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા - ગુજરાતમાં વધતો જતો ક્રાઈમ

સમગ્ર વિશ્વમાં “ડીજિટલ ક્રાંતિ” ફેલાઇ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આ બાબતે ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યુ છે. અત્યારે નાગરીકો કોરોના મહામારીના કારણે ઓનલાઇન શોપીંગ, રીચાર્જ, નાણાની ચુકવણી, ઇ-મીટીંગો, વેબીનાર જેવી ડીજિટલ સેવાનો લાભ લઇ રહ્યા છે. જે ટેકનોલોજીનો સદુપયોગ છે પરંતુ કેટલાક સાયબર ક્રિમિનલ્સ દ્વારા આ જ ટેકનોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપીંડી પણ થઇ રહી છે. આથી સાયબર સુરક્ષાને લગતા પડકારો સામે આવી રહ્યા છે. આવા વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ સજાગ છે.

ગુજરાતના 10 જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા

author img

By

Published : May 27, 2021, 7:19 PM IST

Updated : May 27, 2021, 8:06 PM IST

  • સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન માટે સરકાર કટિબદ્ધ
  • ગુજરાતમાં કુલ 14 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત
  • સ્ટેટ CID ક્રાઇમ સાયબર સેલમાં 24 કલાક ફરિયાદની સુવિધા

ગાંધીનગરઃ ગુજરાતના ગૃહ રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 21મી સદી એ ટેક્નોલોજીની સદી છે અને ટેક્નોલોજીના માધ્યમ થકી રાજ્યનો કોઇપણ નાગરિક છેતરાય નહિ તે માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને અવનવા અને હાઇફાઇ કિમિયાઓ અપનાવીને વાઇફાઇની મદદથી સાયબર ક્રાઇમ કરતા ટેક્નોક્રેટ ભેજાબાજ ગુનેગારોને પકડવા માટે “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ લૉન્ચ કર્યો છે. સાયબર ક્રાઈમના ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવી રહી છે. “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ હેઠળ સાયબર ઇન્સિડેન્ટ રીસ્પોન્સ યુનિટ (IRU), એન્ટી સાયબર બુલિંગ યુનિટ (ABU), સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ (CCPU), સાયબર સુરક્ષા લેબ (CSL) એમ કુલ ચાર સેવાઓનો સીધો લાભ રાજ્યના નાગરીકોને મળ્યો છે.

આ પણ વાંચોઃ એક તરફી પ્રેમમાં પડેલા યુવાને કર્યું એવુ કામ કે સાયબર ક્રાઇમે કરી ધરપકડ

8,328 નાગરિકોને ન્યાય મળ્યો છે

સાયબર ઈન્સિડેન્ટ રીસ્પોન્સ યુનિટ સાયબર ફ્રૉડનો ભોગ બનનાર નાગરિકની ફરિયાદની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને, પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થાય છે. આ યુનિટને આજ સુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 8,328 નાગરિકોના 18.11 કરોડ રૂપિયા જેટલી રકમ ભોગ બનનારના ખાતામાં પરત જમાં કરાવવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સફળતા મળી છે.

સાયબર બુલિંગનો ભોગ બનતા યુવાનો

સોશિયલ મિડિયા પર સાયબર બુલિંગનો ભોગ બનતાં તરુણ યુવાન/યુવતીઓ અને મહિલાઓને એન્ટી સાયબર બુલીંગ યુનિટ દ્વારા રૂબરૂ અથવા ફૉન પર માનસિક હિંમત આપીને, તેમને કોઇ ખોટાં પગલાં ભરતા અટકાવવા અને તેમની સમસ્યાના નિરાકરણ અંગેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં 4,109 નાગરીકોની ફરીયાદના આધારે ત્વરીત સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સાયબર ક્રાઈમના ભોગથી બચવા શું કરવું ? જૂઓ અહેવાલ..

7,23,939 જેટલા નાગરિકોને બલ્ક મેસેજ કરી ફ્રોડથી સાવચેત કરાયા

સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ અંગે વિગતો આપતાં જાડેજાએ જણાવ્યું કે, આ યુનિટ દ્વારા સાયબર ક્રાઇમના ફાઇનાન્શિયલ ફ્રૉડ સાથે સંકળાયેલ મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબરનો ડેટા https://gujaratcybercrime.org પૉર્ટલ પર અપડેટ કરવામાં આવે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં 7,23,939 જેટલા નાગરિકોને બલ્ક મેસેજ કરી આવા ફ્રોડથી સાવચેત કરવામાં આવ્યા છે.

981 વાયરસ શોધવામાં આવ્યા છે

સાયબર સુરક્ષા લેબમાં કિઓસ્ક(KIOSK) મશીનના માધ્યમથી નાગરિકો જાતે જ પોતાના ડિજિટલ ડિવાઇસ તથા સ્ટોરેજ ડિવાઇસ સ્કેન કરી તેમાં રહેલા વાઇરસ, માલવેર, સ્પાયવેર દૂર કરીને પોતાના ડીવાઇસને સુરક્ષિત કરી શકે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં 952 જેટલા મોબાઇલ ફૉન, 58 જેટલી પેન ડ્રાઇવ, 2 મેમરી કાર્ડને સ્કેન કરી તેમાંથી 981 જેટલા વાયરસ શોધવામાં આવ્યા છે.

સાયબર પોલીસ સ્ટેશન માટે 704 જગ્યાઓ મંજૂર કરાઈ

સાયબર ક્રાઇમને સંબંધિત ગુનાઓને રોકવા અને આ ગુનાઓને ઉકેલવા માટે એટલે કે, સમગ્ર ગૂજરાત માટે રાજ્ય કક્ષાએ CID ક્રાઇમની કચેરીમાં કાર્યરત સ્ટેટ સાયબર સેલ હસ્તક એક સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.

રાજ્યના ચાર શહેરોમાં અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા

જ્યારે, સાયબર ક્રાઇમને અટકાવવા માટે, સાયબર ક્રાઇમ તંત્રને વધુ અદ્યતન તથા સુસજ્જ કરવા માટે રાજ્યના ચાર શહેરો એટલે કે, ચાર કમિશનરેટ વિસ્તાર – અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં પણ અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે અને રાજ્યની નવ રેન્જ(ક્ષેત્રીય વિભાગ) ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જૂનાગઢ ખાતે સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે. આ સાયબર પોલીસ સ્ટેશનોના વ્યવસ્થિત અને સુચારૂ સંચાલન માટે જુદા-જુદા સંવર્ગની કુલ 704 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાએ 218 જગ્યાઓ મંજૂર

જિલ્લા કક્ષાએ પણ સાયબર પોલીસ સ્ટેશનને કાર્યાન્વિત કરવા માટે રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ 10(દસ) જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કર્યા છે અને આ જિલ્લા કક્ષાના સાયબર પોલીસ સ્ટેશનોના પણ વ્યવસ્થિત અને સુચારૂ સંચાલન માટે જુદા-જુદા સંવર્ગની કુલ 218 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

પ્રેવિન્શન, ડિટેક્શન અને કન્વિક્શન ત્રણ બાબતો મહત્વની

રાજ્યની શાંતિ અને સલામતિનો આધાર ગુનાઓ બન્યા પહેલાં એના પ્રિવેન્શન, ગુનાઓ બન્યા બાદ એના ડિટેક્શન અને ડિટેક્શન થયા પછી એના કન્વિક્શન એમ ત્રણ બાબતો પર રહેલો છે ત્યારે, સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓને અટકાવવામાં, ભોગ બનનાર વ્યક્તિઓને સહાયરૂપ થવામાં અને નાગરિકોની સાયબર સુરક્ષા માટે રાજ્યમાં જિલ્લા કક્ષા સુધી વિસ્તૃત સાયબર પોલીસ સ્ટેશન વરદાનરૂપ બની રહેશે, તેમ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Last Updated : May 27, 2021, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.