ETV Bharat / city

National Family Health Survey: રાજ્યમાં દર હજાર બાળકોએ 955 બાળકીઓ - રાષ્ટ્રીય બાલિકા દિવસ

આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girls Day 2022)ની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કુલ 360 જેટલી દિકરીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બનીને પરિસંવાદ કર્યો હતો.

National Family Health Survey: રાજ્યમાં દર હજાર બાળકોએ 955 બાળકીઓ

author img

By

Published : Jan 24, 2022, 6:19 PM IST

ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ(National Girls Day 2022)ની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ હતી. "આઝાદી કા અમૃત મહોત્સવ" (Azadi k amrut 2022)અંતર્ગત આ ઊજવણી થઈ હતી. રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલે જણાવ્યું હતું કે, 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાનનો મુખ્ય હેતુ દિકરીના જન્મને પ્રોત્સાહન, દિકરીઓમાં માધ્યમિક શિક્ષણનું પ્રમાણ વધે તે સુનિશ્ચિત કરવાનું તથા દીકરીઓની સુરક્ષા અને સલામતીનો છે.

National Family Health Survey: રાજ્યમાં દર હજાર બાળકોએ 955 બાળકીઓ

રાજ્યમાં દીકરીઓની સંખ્યા વધી

દીકરીઓના જન્મને પ્રોત્સાહન માટે શરૂ કરાયેલ આ અભિયાન અંતર્ગત જન સમુદાયમાં જાગૃતી ફેલાવવા રાજ્ય તથા જિલ્લા/તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. જેના પરિણામે રાજ્યમાં 2011ની વસ્તી ગણતરી મુજબ દર 1,000 દીકરાઓએ દીકરીઓની સંખ્યા 890 હતી, જે હવે વર્ષ 2019-20માં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે (National Family Health Survey) NFHS–5 મુજબ વધીને 955 થયો છે.

આ પણ વાંચો: Rubber Girl Surat: સુરતની 'રબર ગર્લ' અન્વી ઝાંઝરૂકિયાને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત

સરકારની દિકરીલક્ષી યોજનાઓ

રાજય સરકાર દ્વારા વહાલી દિકરી યોજના 02 ઓગસ્ટ, 2019થી અમલમાં મૂકી છે. જીવનના પહેલા 01 હજાર દિવસો બાળકો માટે અગત્યના હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સગર્ભા અને ધાત્રી માતાઓને આયુર્વેદિક ઔષધિયુક્ત " માતૃ શક્તિ પ્લસ” ટી.એચ.આર.નું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. રાજયના તમામ બાળકો સુપોષિત હોય અને તેમનો સંપુર્ણ વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઔષધિયુક્ત 03થી 05 વર્ષના બાળકો માટે “બાલ શક્તિ પ્લસ એચ.આર"ની શરૂઆત કરવામા આવી છે.

આ પણ વાંચો: આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ, જાણો મહિલા અને બાળવિકાસ વિભાગની મહત્‍વની યોજનાઓ...

કચ્છ જિલ્લામાં બાલિકા પંચાયત
કચ્છ જિલ્લા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરીને ગ્રામ્યકક્ષાએ બાલિકા પંચાયત (Balika panchayat)ની રચના કરવામાં આવી છે, આ બાલિકા પંચાયતે કિશોરીઓનું એક મંડળ છે, જેમાં સરપંચથી લઈને ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ તમામ સભ્યોમાં બાલિકાઓ પ્રતિનિધિત્વ ધરાવે છે, આ મંડળ દ્વારા ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત-ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી દરેક ક્ષેત્રે કિશોરીઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી મુજબ બાલિકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવતીઓની લગ્નની ઉંમર વધારવા વિશે અભિપ્રાય

મનીષા વકીલે કચ્છ જિલ્લાની બાલિકા પંચાયતની સરપંચ દિકરીઓ સાથે સંવાદ કરીને વડાપ્રધાન દ્વારા બાલિકાઓના લગ્નની ઉમર જે 18 વર્ષથી 21 વર્ષ કરવામાં આવી છે. એ સંદર્ભે અભિપ્રાય માંગતા બાલિકાઓએ આ નિર્ણયને આવકાર્યો હતો અને આ નિર્ણયથી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે અને આર્થિક રીતે વધુ પગભર બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

શા માટે ઉજવાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ?

મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ કે.કે.નિરાલાએ જણાવ્યુ હતું કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા વર્ષ 2008થી 24મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય દિકરી દિવસ ઉજવાય રહ્યો છે.

360 દીકરીઓ સાથે સંવાદ

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી 10 દિકરીઓ મળી કુલ 360 જેટલી દિકરીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બનીને પરિસંવાદ કર્યો હતો. જેમાં જિલ્લાની દિકરીઓ દ્વારા દિકરીઓની સલામતી અને સુરક્ષા, દિકરીઓમા આરોગ્ય અને પોષણ તથા દિકરીઓમા અને સગર્ભા સ્ત્રીઓમાં કુપોષણ ઘટે તે માટે ખાસ પ્રશ્નોત્તરી યોજાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.