ETV Bharat / city

દરિયાની સપાટી વધશે તો ગુજરાતના પોર્ટને ફાયદો કે નુકસાન!, GMB દ્વારા રિસર્ચ

author img

By

Published : Aug 18, 2021, 6:24 PM IST

નાસાએ દરિયાની સપાટી વધવાને લઈને રિપોર્ટ જાહેર કર્યો છે. જેમા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા 10 થી 15 વર્ષમાં દરિયાઈ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB ) દ્વારા પણ વર્ષ 2004માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો કે, 2100 સુધીમાં ભારતના દરિયા કિનારાના 12 શહેર દરિયાના અઢી ફૂટ પાણીમાં જતા રહેશે. આથી, ગુજરાત રાજ્યના દરિયાકાંઠે આવેલા લોકોને વધુમાં વધુ ફાયદો થશે.

દરિયાની સપાટી વધશે તો ગુજરાતના પોર્ટને ફાયદો

  • દરિયાઈ સપાટીના થશે વધારો અંગેનો નાસાએ રિપોર્ટ આપ્યો
  • ગુજરાત મેરીટાઈમ બોર્ડે પણ વર્ષ 2004માં કર્યું હતું રિસર્ચ
  • દરિયાની સપાટી વધશે તો પોર્ટને થશે વધુ ફાયદો

ગાંધીનગર : અમેરિકા નાસાએ રિપોર્ટ જાહેર કર્યો છે કે, આવનારા 10 થી 15 વર્ષમાં દરિયાઈ સપાટીમાં વધારો થશે અને ગુજરાતના અલંગ ભાવનગર ઘોઘા દહેજ જેવા વિસ્તારોમાં પાણી જોવા મળશે, ત્યારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB ) દ્વારા પણ એક ખાસ રિપોર્ટ વર્ષ 2004માં તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં આવનારા 50 વર્ષ કે તેથી વધુના વર્ષમાં દરિયાઈ સપાટીમાં વધારો થાય તો ગુજરાતને શું ફાયદો અને શું નુકસાન થશે તે બાબતે પણ ખાસ રિસર્ચ કરવામાં આવ્યું છે, આ બાબતે ગુજરાત મેરીટાઈમ બોર્ડના એન્વાયરમેન્ટ રિસર્ચર અતુલ શર્માએ ETV Bharat સાથે આગામી આયોજન બાબતે ખાસ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: કેમ ગુજરાતના 3 શહેરો થશે દરિયામાં ગરકાવ ?

દરિયાઈ સપાટીમાં વધારો થશે તો રાજ્યને ફાયદો કે નુકસાન!

ગુજરાત મેરીટાઇમ બોર્ડના એન્વાયરમેન્ટ વિભાગના હેડ અને રીસર્ચર અતુલ શર્માએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, દરિયાની સપાટીમાં જો વધારો થશે તો ગુજરાત રાજ્યને અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠે આવેલા લોકોને વધુમાં વધુ ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, અમુક શિપ કે જે ગુજરાતના બંદરો પર આવી શકતી નથી, ત્યારે દરિયાની સપાટીમાં વધારો થશે તો દરિયો વધુ ઊંડો બનશે અને મોટી શિપ પણ સહેલાઈથી પોર્ટ પર આવી શકશે.

જેટીને વધુ ઉંચી કરવી પડશે

અતુલ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, દરિયાની સપાટીમાં વધારો થાય તો પોર્ટ પર બનાવેલી જેટીની ઊંચાઈમાં થોડો ઘણો સુધારો વધારો કરી થઈ શકે છે, આમ દરિયાની સપાટીમાં વધારો થતાં જેટીની ઊંચાઇમાં પણ વધારો કરવામાં આવશે, જેથી રાજ્ય સરકારને જેટીમાં સુધારા કરવા માટેનો ખર્ચ થશે, પરંતુ જેટી તૈયાર થયા બાદ વધુ શિપ આવવાને કારણે ગુજરાતના પોર્ટને વધુ ફાયદો થશે.

આ પણ વાંચો: નાસાએ પૃથ્વી દિનની 50મી વર્ષગાંઠ પર આ 9 કારણો જાણવા જરૂરી

અતુલ શર્માએ 2004માં કર્યું હતું રિસર્ચ

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા વર્ષ 2004માં જ તો દરિયાની સપાટીમાં વધારો થાય તો ક્યા ક્યા મુદ્દાઓને આવરી લેવાના હોય તે બાબતે ખાસ રિસર્ચ કર્યું હતું, જેમાં હાઈટેડલાઈન, લો લાઈન તથા વર્ષ 2100 સુધીનું રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં દરિયાની સપાટીમાં 1 સેન્ટિમિટર થી 1 મીટરનો વધારો થાય તો કેવી પરિસ્થિતિ પ્રમાણે સુધારા વધારા કરી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.