ETV Bharat / city

ગુજરાતે પંદર દિવસમાં જ MSME એકમોને રૂપિયા 2,428 કરોડની લોન સહાય આપી - સીએમ વિજય રુપાણી

કેન્દ્ર સરકારે રૂ.20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકારે રૂ.14,000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. આ આર્થિક રાહત પેકેજમાં નાના ઉદ્યોગોનો વધુ સહાય મળી રહે તે હેતુથી વધુ જોગવાઈ કરવામાં આવી હતી. તે મુજબ નાના ઉદ્યોગોમાં MSME સેકટરોને ગુજરાત સરકારે લોન સહાય પૂરી પાડી છે. ગુજરાતનું અર્થતંત્ર ઝડપથી પાટા પર ચઢી જાય અને નાના ઉદ્યોગો ફરીથી ચેતનવંતા બને તે માટે ગુજરાત સરકારે સક્રિયપણ કોરોના સાથે રહીને પણ આર્થિક પ્રવૃતિને પ્રાધાન્ય આપ્યું છે.

ગુજરાતે પંદર દિવસમાં જ MSME એકમોને રૂ. ર,૪ર૮ કરોડની લોન સહાય આપી

author img

By

Published : Jun 17, 2020, 4:07 PM IST

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોવિડ-19 કોરોના વાઇરસની સ્થિતિ પછી ઉદભવનારી સ્થિતિમાં MSME એકમોને પુન: ચેતનવંતા કરવાના કરેલા બહુવિધ આયોજનની ફલશ્રુતિરૂપે રાજ્યના ૮૭,૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કસને લોન, સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર કરી છે.

http://10.10.5ગુજરાતે પંદર દિવસમાં જ MSME એકમોને રૂપિયા 2,428 કરોડની લોન સહાય આપી0.85:6ગુજરાતે પંદર દિવસમાં જ MSME એકમોને રૂ. ર,૪ર૮ કરોડની લોન સહાય આપી060///finalout4/gujarat-nle/finalout/17-June-2020/7653080_msme_7202752.jpg
ગુજરાતે પંદર દિવસમાં જ MSME એકમોને રૂપિયા 2,428 કરોડની લોન સહાય આપી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગત તા.૩૦ મેના એક વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને રાષ્ટ્રીયકૃત બેન્કસ અને MSME સહિતના વેપાર ઊદ્યોગ અગ્રણીઓ સાથે ઘડેલી કાર્યનીતિનો ઉત્સાહપ્રેરક પ્રતિસાદ મળતાં માત્ર ૧પ જ દિવસમાં આવા MSME એકમોને રૂ. ર૪ર૮.૧૯ કરોડની લોન સહાયની રકમનું વિતરણ થયું છે, એવી મુખ્યપ્રધાનના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસે આ સિદ્ધિની વિગતો ETV Bharatને આપી હતી.
ગુજરાતે પંદર દિવસમાં જ MSME એકમોને રૂ. ર,૪ર૮ કરોડની લોન સહાય આપી
ગુજરાતે પંદર દિવસમાં જ MSME એકમોને રૂ. ર,૪ર૮ કરોડની લોન સહાય આપી

મુખ્યપ્રધાને તા.૩૦ મેના ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરો, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું. આ બેઠકના પરિપાક રૂપે રાષ્ટ્રીયકૃત બેન્કોએ MSME એકમોને કોરોના-કોવિડ-19 પછીની આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ લઇ પૂન: બેઠા થવા ઝડપી, પારદર્શી અને સરળ લોન આપવાનો હેતુ હતો. તદઅનુસાર, સમગ્ર રાજ્યમાંથી ૮૯,૭૬૭ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ૮૭,૮૩૪ એટલે કે ૯૭ ટકા અરજીઓ માત્ર ૧પ દિવસમાં જ મંજૂર કરવામાં આવી છે.

રાજ્યમાં ૩૩ લાખથી વધુ MSME એકમો દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે તેને ધ્યાને લેતાં કોવિડ-19 પછીની સ્થિતિમાં આ ઊદ્યોગો ફરી ધમધમતા થાય અને રોજગારીની તકો ફરી પ્રાપ્ત થાય તેવા સંવેદનાત્મક અભિગમ સાથે બેન્કોને લોન-સહાય ત્વરાએ મંજૂર કરવા તા.૩૦ મેની બેઠકમાં અપીલ કરી હતી. આ સંદર્ભમાં બેન્કોએ માત્ર ૧પ દિવસમાં જ પ,૩૭૩ કરોડ રૂપિયા ૮૭,૮૩૪ MSMEને મંજૂર કરીને રૂ. ર,૪ર૮ કરોડ તો ૩૧ હજાર જેટલા MSME એકમોને વિતરણ પણ કરી આપ્યા છે. આ અરજીઓમાં સૌથી વધુ અરજીઓ બેન્ક ઓફ બરોડાએ ૩૩,૧૪૧, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૧૮,૦૪૭, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ ૧૫,૮૬૬ મંજૂર કરી છે. આ બેન્કો દ્વારા ૩૩ જિલ્લાઓના MSME એકમોને કુલ રૂ. ર,૪ર૮ કરોડ લોન સહાયનું જે વિતરણ થયું છે તે અન્વયે મુખ્યત્વે અમદાવાદમાં રૂ. પ૬૯.ર૧ કરોડ, સૂરતમાં રૂ. ૩૬૯.પ૯ કરોડ, વડોદરામાં રૂ. ર૪૦.૪પ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મુખ્યપ્રધાન રૂપાણીના દિશાનિર્દેશનમાં MSME એકમોની લોન-સહાયના ત્વરિત નિકાલ અને ફોલોઅપ સહિતની કામગીરી માટે દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી છે. જિલ્લા ઊદ્યોગ કેન્દ્રના અધિકારી, લીડ બેન્ક ઓફિસર તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અને MSME એકમોના સંગઠનના પદાધિકારીનો આ સમિતિના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આ સમગ્ર કાર્યવાહિનું સંકલન અને મોનિટરીંગ રાજ્યકક્ષાએ મુખ્યપ્રધાનના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસના માર્ગદર્શનમાં MSME કમિશનરેટ અને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા પારદર્શિતાથી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.