- BJP જીતવા માટે પ્રેમને દાવ પર લગાવવાની વાત કરે છેઃ પરેશ ધાનાણી
- પ્રેમને કોઈ સિમાડા નથી હોતાઃ પરેશ ધાનાણી
- પરેશ ધાનાણીએ હીર રાંઝા, જેસલ તોરલ, ધર્મેન્દ્ર વગેરેના પ્રેમની વાત કરી
આ પણ વાંચોઃ વિધાનસભામાં લવ જેહાદ બિલ: ગૃહ પ્રધાને કહ્યું, મારા જીવનમાં સૌથી મહત્વનું બિલ રજૂ કરવાની તક મળી છે
ગાંધીનગર: લવ જેહાદના મામલે પરેશ ધાનાણી વિરોધના મૂડમાં હતા પરંતુ તેમની ભાષા પ્રેમના ઉદાહરણો સાથેની હતી. તેમાં પણ તેમને જણાવ્યું હતું કે, પરવીન બાબી અહીંયા ભણતા. જો તેમને પણ એ સમયે પ્રદીપસિંહ જાડેજાને પ્રપોઝ કર્યું હોત તો? જો કે કેટલાક શબ્દો રેકર્ડ પરથી હટાવવા અંગે પણ જણાવ્યું હતું. આ સાથે તેમણે હીર રાંઝા, જેસલ તોરલ, ધર્મેન્દ્ર વગેરેના પ્રેમની વાત કરી હતી અને જણાવ્યું હતુ કે, પ્રેમને કોઈ સિમાડા નથી હોતા.
આ તો દિલને તાળું મારીને પ્રેમના નામે ધ્રુણાની રાજનીતિ કરવાની વાત છેઃ ધાનાણી
પ્રેમને કોઈ સીમાડા નથી હોતા, આતો પ્રેમને બેડીએ બાંધવાની વાત છે. રાધા કૃષ્ણનો પ્રેમ એ પામવાનો નહિ નિર્દોષ પ્રેમ હતો. BJP જીતવા માટે પ્રેમને દાવ પર લગાવવાની વાત કરે છે. તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ તો દિલને તાળું મારીને પ્રેમના નામે ધ્રુણાની રાજનીતિ કરવાની વાત છે.
આ પણ વાંચોઃ વિધાનસભામાં લવ જેહાદ બિલ: કોંગી ધારાસભ્યોનો એકસૂર, બિલમાં ક્યાંય લવ જેહાદ શબ્દ જ નથી
સ્પેશિયલ મેરેજ એક્ટ બન્યા ત્યારથી ધર્મના તાળા તૂટી ગયા હતા
પરેશ ધાનાણીનું સંબોધન સવા કલાક કરતા વધુ સમય ચાલ્યું હતું અને તેમને એક પછી એક ઉદાહરણો આપ્યા હતા. તેમને કહ્યું 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારથી ધર્મના તાળા તૂટી ગયા હતા. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 100થી વધુ મુસ્લિમ યુવતીઓએ હિન્દુ યુવકો સાથે લગ્ન કર્યા છે.