ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે 18 ઓગસ્ટના સવારે છ કલાકની સ્થિતિએ છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં 104 તાલુકાઓમાં 1 ઈચ થી 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 83.59 ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 142.57 ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં 115.8 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 75.66 ટકા પૂર્વ મધ્ય ઝોનમાં 64.79ટકા અને ઉત્તર ગુજરાતમાં 60.88 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં મેઘરાજાનું તાંડવ : છેલ્લાં 24 કલાકમાં 1 થી 11 ઇંચ વરસાદ - ગુજરાત ચોમાસુ
સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 104 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 1 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ અને સુરતના માંડવી તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 83.59 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 142.57 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 60.88 ટકા વરસાદ નોંધાયો છે.