ETV Bharat / city

Monsoon Gujarat 2022 : ગુજરાતમાં આ સ્થળે થયો હાઈએસ્ટ 22 ઈંચ વરસાદ, રાજ્યમાં કયાં કેટલો વરસાદ પડ્યો તેની તમામ વિગત - Monsoon Gujarat 2022

રાજ્યભરમાં અનરાધાર વરસાદને લઇને ગુજરાત ડૂબ્યું ડૂબ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ 2022ની શી સ્થિતિ રહી તે વિશે આધિકારિક માહિતી સામે આવી છે. જે પ્રમાણે જોઇએ તો છોટાઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ (Highest rainfall of 22 inches in Bodeli of Chhotaudepur) ખાબક્યો છે. ભારે વરસાદના સંદર્ભે તમામ પ્રધાનોને જિલ્લામાં રહેવા સૂચના અપાઇ છે તો સીએમ ખુદ આવતીકાલે છોટાઉદેપુર, બોડેલી વિસ્તારોમાં મુલાકાત લે તેવી સંભાવના છે.

Monsoon Gujarat 2022 : ગુજરાતમાં આ સ્થળે થયો હાઈએસ્ટ 22 ઈંચ વરસાદ, રાજ્યમાં કયાં કેટલો વરસાદ પડ્યો તેની તમામ વિગત

author img

By

Published : Jul 11, 2022, 4:43 PM IST

Updated : Jul 11, 2022, 5:27 PM IST

ગાંધીનગર-એકતરફ શ્રીકાર વર્ષાની મેઘમહેર પણ છે અને બીજીતરફ અનરાધાર વરસાદને લઇને ગુજરાત ડૂબ્યું ડૂબ્યું પણ છે.રાજ્ય સરકારે જાહેર કરેલી વિગતો પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 36 ટકાથી વધુ વરસાદ (Monsoon Gujarat 2022 )વરસ્યો છે. જેમાં છોટાઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ (Highest rainfall of 22 inches in Bodeli of Chhotaudepur) તથા રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદના સંદર્ભે તમામ પ્રભારી પ્રધાનોને જિલ્લામાં રહેવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે છોટાઉદેપુર, બોડેલી જેવા વિસ્તારોમાં મુલાકાત લે તેવી સંભાવના છે.

ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો
ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો

રાજ્યના દરેક ઝોનમાં કેટલો વરસાદ- રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operations Center) દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 11 જુલાઇ 2022ા રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક (Monsoon Gujarat 2022 )દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 65.45 ટકા ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 41.79 ટકા, સૌરાષ્ટ્રમાં 39.43 ટકા, પૂર્વ ગુજરાતમાં 30.07 ટકા અને ઉત્તર ગુજરાતમાં 20.44 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘ તાંડવ, PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી મેળવી માહિતી

30 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો- સરકારે આપેલા આંકડાઓ મુજબ ક્વાંટ તાલુકામાં 432 મિ.મી., જાંબુઘોડામાં 426 મિ.મી., જેતપુર પાવીમાં 403 મિ.મી., છોટાઉદેપુરમાં 330 મિ.મી., વઘઈમાં 288 મિ.મી., આહવામાં 275 મિ.મી., ધરમપુરમાં 225 મિ.મી., અમદાવાદ શહેરમાં 129 મિ.મી., સુબીરમાં 211 મિ.મી., વાંસદામાં 209 મિ.મી., કપરાડામાં 204 મિ.મી., સાગબારામાં 197 મિ.મી., સંખેડામાં 188 મિ.મી., ડેડીયાપાડામાં 186 મિ.મી., ડોલવણમાં 180 મિ.મી., ઘોઘંબામાં 158 મિ.મી., નડિયાદમાં 143 મિ.મી., ગોધરામાં 137 મિ.મી., સોજીત્રામાં 136 મિ.મી., મહેમદાવાદ અને નસવાડીમાં 135 મિ.મી., તિલકવાડા અને હાલોલમાં 130 મિ.મી., ઉમરપાડામાં 129 મિ.મી., ખેરગામમાં 123 મિ.મી., મોરબીમાં 121 મિ.મી., માતરમાં 118 મિ.મી., ગરુડેશ્વરમાં 113 મિ.મી., વસોમાં 106 મિ.મી. એમ કુલ 30 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ (More than 4 inches of rain in 30 talukas ) વરસ્યો છે.

આ પણ વાંચોઃ Rain in Ahmedabad : અમદાવાદ શહેરમાં ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો જૂઓ

149 તાલુકાઓમાં 2 ઈંચથી ઓછો વરસાદ - ડભોઇમાં 99 મિ.મી., ખેડામાં 97 મિ.મી., ધોલેરામાં 95 મિ.મી., આણંદમાં તથા શહેરામાં 92 મિ.મી., મુન્દ્રા અને અબડાસામાં 89 મિ.મી., ગણદેવીમાં 85 મિ.મી., ખંભાતમાં 84 મિ.મી., વાઘોડિયામાં 82 મિ.મી., પેટલાદમાં 81 મિ.મી., મહુવામાં 80 મિ.મી., નવસારીમાં 79 મિ.મી., ચીખલી, વલસાડ અને કઠલાલમાં 78 મિ.મી., નાંદોદમાં 77 મિ.મી., તારાપુર, વાલોદ અને દાહોદમાં 73 મિ.મી., દહેગામમાં 71 મિ.મી., કુકરમુંડામાં 70 મિ.મી., પારડીમાં 67 મિ.મી., કાલોલમાં 65 મિ.મી., સાણંદમાં 64 મિ.મી., વાપી તથા કડીમાં 62 મિ.મી., પાદરા, દસકોઈ અને સોનગઢમાં 60 મિ.મી., જલાલપોરમાં 59 મિ.મી., કચ્છ-માંડવી અને વ્યારામાં 58 મિ.મી., નખત્રાણામાં 56 મિ.મી., કલોલમાં તથા લુણાવાડામાં 55 મિ.મી., નિઝરમાં 54 મિ.મી., માંગરોળ અને વડોદરામાં 52 મિ.મી. એમ કુલ 39 તાલુકાઓમાં 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 149 જેટલા તાલુકાઓમાં 2 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો (Less than 2 inches of rainfall in 149 talukas ) હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

આરોગ્યપ્રધાને સ્થળ મુલાકાત  લીધી
આરોગ્યપ્રધાને સ્થળ મુલાકાત લીધી

અમદાવાદમાં વરસાદ બાદ શહેરની કફોડી સ્થિતિ- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં મન મૂકીને વરસેલા મેઘરાજાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે. અમદાવાદની સ્થિતિને લઇને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) જોધપુર વિસ્તારમાં શહેર કમિશનર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. શહેરમાં રવિવારે 18 ઇંચ વરસાદ પડ્યાંની ચર્ચા છે. તો અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિ અને આગાહીને જોતાં શહેરના તમામ ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગૌરી વ્રતના કારણે ભીડ વધવાની સંભાવનાએ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. કારણ કે અનેક ગાર્ડનમાં પાણી ભરાયેલાં છે.એએમસી દ્વારા નવો નિર્ણય ન થાય ત્યાં સુધી તમામ ગાર્ડન બંધ રખાશે.

વડાપ્રધાન મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી વિગતો મેળવી -રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી (Monsoon Gujarat 2022 )સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો (PM Modi discussion with CM Bhupendra Patel ) મેળવી હતી. તેમ જ રાહત અને બચાવકાર્ય અંગે થયેલી વ્યવસ્થાઓ જાણીને વધુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સીએમ પટેલે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાન મોદીએ આ વરસાદી સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.

  • વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવીને વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી.

    — CMO Gujarat (@CMOGuj) July 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સલામત સ્થળે સ્થળાંતર - રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સલામત જગ્યાએ હજારો નાગરિકોનું સ્થળાંતર કરાવવાની પણ ફરજ પડી છે. મળતી માહિતી મુજબ વરસાદથી પ્રભાવિત છોટાઉદેપુર, વલસાડ અને નવસારીમાં8,936 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો વરસાદના મારથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓની વાત કરીએ તો રાજ્યમાં 33 સ્ટેટ, 1 નેશનલ હાઈવે અને 356 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ જાહેર કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી - પોરબંદર જામનગર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને સપાટીના પવન સાથે હળવા વાવાઝોડું 30-40 કિમી પ્રતિ કલાક (ઝાપટામાં) સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 11 જુલાઇએ આગામી 3 કલાક દરમિયાન ગાંધીનગર, આણંદ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, કચ્છ, ડાંગ અને સુરત, નવસારી, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બંદરવાળી, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની (Weather Department Forecast Update) સંભાવના છે.

વરસાદના કારણે નુકસાન
વરસાદના કારણે નુકસાન

સુરતમાં ભારે વરસાદની આગાહી - હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) આગાહી (Heavy rain forecast in Surat) કરવામાં આવી છે. તથા તા. 13 થી 15માં ખૂબ જ ભારે વરસાદ- રેડ એલર્ટની પણ આગાહી (Monsoon Gujarat 2022 )કરવામાં આવી છે.

Last Updated : Jul 11, 2022, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.