ETV Bharat / city

શું આમાં તમારું શહેર છે? વધુ 9 નગરપાલિકાઓમાં બનશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ - સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

રાજ્યની તમામ 156 નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુધ્ધિકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થવાનો લક્ષ્યાંક ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. રાજ્યની 9 નગરપાલિકાઓ જેમાં  સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરનો સમાવેશ થાય છે.

રાજ્યની વધુ 9 નગરપાલિકાઓમાં બનશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

author img

By

Published : May 25, 2021, 6:47 PM IST

  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો નિર્ણય
  • રાજ્યની 9 નગરપાલિકામાં બનશે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
  • સાવરકુંડલા-વલ્લભવિદ્યાનગરનો પણ સમાવેશ
  • અદ્યતન ટેકનોલોજી ધરાવતા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-STP

    ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં ગંદા પાણીના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ગંદા પાણીના શુદ્ધિકરણ માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે રાજ્યની 9 મહાનગરપાલિકામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે ત્યારે આવનારા સમયમાં રાજ્યની તમામ 156 નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે વેરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવાનો લક્ષ્યાંક પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

કઈ નગરપાલિકામાં મંજૂરી અપાઈ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની 9 નગરપાલિકાઓ જેમાં સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની આ નવ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામ નગરો સ્વચ્છ બને તે સરકારની પ્રાથમિકતા

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની આગામી 20 જૂનથી પરીક્ષા યોજાશે

રાજ્યના શહેરો-નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે તે અંતર્ગત તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને તેમજ વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે.

ભૂગર્ભ ગટર યોજના પણ અમલી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યના તમામ શહેરોમાં પીવાના પાણી તથા ભૂગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવા માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે. તદઅનુસાર ભૂગર્ભ ગટર યોજનાના કુલ 183 કામો 156 નગરપાલિકાઓ માટે મંજૂર કરવામાં આવ્યા છે અને 144 નગરપાલિકાઓમાં આવા કામો પૂર્ણ થઈ ગયા છે.

આવનારા સમયમાં આ નગરપાલિકાના કામ પૂર્ણ થશે

એટલું જ નહીં, સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાના કારણે ટૂંક સમયમાં જ રાજ્યની તમામ 156 નગરપાલિકાઓમાં STP પ્લાન્ટ કાર્યરત કરવાનો રાજ્ય સરકાર દ્વારા લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ઝાખર ખાતે 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.