બનાસકાંઠા જિલ્લામાં તીડના મોટાપાયે થયેલા આક્રમણને નાથવામાં રાજ્ય સરકારે બહુ સફળતા મેળવી લીધી છે. તીડના આવા ઝુંડ રાત્રે જ્યાં રાતવાસો કરે છે, ત્યાં વહેલી પરોઢથી જંતુ નાશક દવા છાંટવાની સઘન કામગીરી સફળતા પૂર્વક પાર પડતા હવે તીડનો મોટાપાયે નાશ થયો છે.
તીડનાઆ હુમલા સામે જરૂરી રક્ષણાત્મક પગલાં લેવામાં સમયાનુકુલ કોમ્યુનિકેશન માધ્યમ વોટ્સએપ ખુબ જ ઉપયોગી પુરવાર થયું છે. તીડના લોકેશન ટ્રેક કરવામાં ખેતીવાડી વિભાગના ગ્રામ્ય સ્તરના કર્મચારીઓએ વોટ્સએપ લાઈવ લોકેશનનો ભરપુર ઉપયોગ કર્યો હતો.
જેમાં જ્યાં તીડના ઝુંડે રાતવાસો કર્યો હોય તેના લોકેશન રાત્રે જ વોટ્સએપના માધ્યમથી તીડ નિયંત્રણ ટીમને પહોંચાડવામાં આવતા જેથી વહેલી પરોઢથી દવા છંટકાવ શરૂ કરી દેવામાં સફળતા મળી છે.ખેતી નિયામક ભરત મોદીના માર્ગદર્શનમાં ખેતી અધિકારીઓ સતત 4 દિવસ 24×7 કાર્યરત રહ્યા છે.
પુનમચંદ પરમાર કૃષિ સચિવ તીડ નિયંત્રણ માટેની જંતુનાશક દવાની આડ અસરથી ઊબકા ઊલટી માથાનો દુઃખાવો જેવી તકલીફોને અવગણીને પણ કૃષિ વિભાગના કર્મચારીઓએ કૃષિ કલ્યાણ ભાવનાના દર્શન કરાવ્યા છે.