ગાંધીનગરઃ રાજ્યમાં મેઘો તોફાની બેટિંગ કરી રહ્યો (Heavy Rain in all over Gujarat) છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખરાબ બની છે. આજે (મંગળવારે) વરસાદ અને સ્થાનિક જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા મહેસૂલ અને ડિઝાસ્ટર વિભાગના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત (Rajendra Trivedi visited Emergency Operation Centre) લીધી હતી. અહીં તેમણે સમગ્ર રાજ્યના જિલ્લાઓની સમીક્ષા કરી હતી. તો ભારે વરસાદના કારણે 124 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેમાં 19 ગામમાં તો વીજળી આવતા હજી 2 દિવસનો સમય લાગશે.
27,896 લોકોનું કરાયું રેસ્ક્યૂ - ભારે વરસાદના કારણે અનેક લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે આની સાથે પણ SDRFની ટીમે 27,896 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. જ્યારે રાજ્યમાં ભારે વરસાદ જે જિલ્લાઓમાં પડી રહ્યો છે. તેવા તમામ જિલ્લાઓમાં NDRFની 18 (NDRF team stand by in Gujarat) અને SDRFની 18 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે વધુ 5 જેટલી NDRFની ટીમોને (NDRF team stand by in Gujarat) રિઝર્વ રાખવામાં આવી છે.
રેસ્ક્યૂ અંગે પ્રધાને આપી માહિતી - રેસ્ક્યૂ અંગે વધુ માહિતી આપતા મહેસુલ અને ડિઝાસ્ટર વિભાગના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Minister for Disaster Management Rajendra Trivedi) જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,896 લોકોનું સ્થળાંતર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં 511 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જોકે, હજી પણ આશ્રય સ્થાનો પર કુલ 18,225 જેટલા લોકોને રાખવામાં આવ્યા છે.
69 લોકોના થયા મોત - તો ગઈકાલ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદના (Heavy Rain in all over Gujarat) કારણે 69 લોકોના મૃત્યુ નોંધાયા હતા. જ્યારે આજે ફરીથી 24 કલાકની અંદર વધુ 8 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાં દહેગામમાં રિક્ષામાં જતા સમયે રિક્ષા પર ઝાડ પડવાથી 3 લોકોના મૃત્યુ અને અન્ય 3 લોકો કે, જેઓ ચેક ડેમ પસાર કરી રહ્યા હતા ત્યારે તેમાં તણાઈ જવાથી મૃત્યુ નોંધાયું છે.
માછીમારી ન કરવા સલાહ - હવામાન વિભાગે કોસ્ટલ વિસ્તારમાં (Heavy rainfall forecast in coastal area) 45થી 55 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવનની આગાહી સાથે અતિભારે વરસાદની આગાહી (Heavy rain forecast) કરી છે. ત્યારે રાજ્યના માછીમારોને માછીમારી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે આપ્યા સલાહ-સૂચન - ઉલ્લેખનીય છે કે, 1 જૂનથી 31 જુલાઈ સુધી માછીમારી નહીં કરવાની રાજ્ય સરકાર દ્વારા અગાઉ જ સલાહ અને સૂચનો આપવામાં આવ્યા છે, પરંતુ જે રીતે હવે હવામાન વિભાગ દ્વારા પોરબંદર, દ્વારકા, સોમનાથ, જામનગર, ભાવનગર જેવા દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) આપવામાં આવી છે. ત્યારે માછીમારોને પણ માછીમારી ન કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ - મહેસુલ અને ડિઝાસ્ટર વિભાગના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Minister for Disaster Management Rajendra Trivedi) વિશેની વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા સહિત કુલ 8 જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં (Red alert in South Gujarat) આવ્યા હતા, પરંતુ આજની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ, છોટાઉદેપુર, નર્મદાને રેડ એલર્ટની બહાર મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો- રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત
આ જિલ્લામાં પણ રેડ એલર્ટ - જ્યારે સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાને રેડ એલર્ટ રાખવામાં આવ્યા છે અને જે પણ રેડ એલર્ટના વિસ્તારો (Red alert in South Gujarat) છે. આવા તમામ જિલ્લા કલેકટરોને ખાસ સૂચના આપીને તાત્કાલિક ધોરણે કામગીરી માટેની સૂચના પણ રાજ્ય સરકારે આપી છે.
બસોના રૂટ પણ બંધ - રાજ્યમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદના કારણે બસોના રૂટ પણ બંધ (Routes of buses closed due to rains) કરવામાં આવ્યા છે. અત્યારે 73 જેટલા રૂટ બંધ કરાયા હતા. જ્યારે કુલ 29 જેટલી ટ્રીપ ભારે વરસાદના કારણે બંધ થઈ છે. તો આજે જે રીતે વરસાદ ઓછો છે. તેને ધ્યાનમાં લઈને 11 રૂટમાં 28 ટ્રીપ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો- ક્યાંક નદીની નજીક ન જવા આદેશ, તો ક્યાંક ડેમના દરવાજા ખોલવા પડ્યા
15 સ્પીડ હાઈવે બંધ - આમ, હાલની પરિસ્થિતિ મુજબ કુલ અત્યારે 62 જેટલા રૂટ અને 201 જેટલા ટ્રીપ બંધ છે. જ્યારે રોડ રસ્તાની વાત કરીએ તો, ભારે વરસાદના કારણે રાજ્ય સરકાર દ્વારા કુલ 15 સ્પીડ હાઈ-વે, 12 પંચાયત માર્ગો અને બીજા 439 જેટલા માર્ગો સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક નેશનલ હાઈ-વે કચ્છમાં બંધ કરવામાં આવ્યો છે.