ETV Bharat / city

Mineral Theft In Gandhinagar: રાજ્યના પાટનગરમાં જ ખનીજ ચોરીની 140 ફરિયાદ, સરકારે કરી લાખોની વસૂલાત - ગાંધીનગરમાં ખનીજ ચોરીની ફરિયાદો

ગાંધીનગરમાં છેલ્લા 2 વર્ષમાં ખનીજ ચોરી (Mineral Theft In Gandhinagar)ની 140 જેટલી ફરિયાદો નોંધાઈ છે. ખનીજ ચોરી બાબતે ફરિયાદ અરજીઓ અન્વયે કુલ 101 ઈસમો પાસેથી દંડ વસૂલાત કરવામાં આવી છે. વસૂલાત કરવામાં આવેલી આ રકમ 150.57 લાખ જેટલી છે.

Mineral Theft In Gandhinagar: રાજ્યના પાટનગરમાં જ ખનીજ ચોરીની 140 ફરિયાદ, સરકારે કરી લાખોની વસૂલાત

author img

By

Published : Mar 3, 2022, 5:29 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર (gujarat legislative assembly budget session) દરમિયાન યોજાયેલી પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં જ ખનીજ ચોરી (Mineral Theft In Gandhinagar)ના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં ખનીજ ચોરીની કેટલી ઘટનાઓ (Mineral Theft In Gujarat) સામે આવી છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં કુલ 140 જેટલી ફરિયાદ ખનીજ ચોરીની થઈ છે.

આ પણ વાંચો: ગાંધીનગર વિજિલન્સે મીઠી વીરડીમાં ખનીજ ચોરી કરતા સ્થળ પર રેડ પાડી

150 લાખની કરી વસૂલાત

ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરીની ઘટના બાબતે કુલ 140 જેટલી ફરિયાદો (Mineral theft complaints in Gandhinagar) 2 વર્ષની અંદર પ્રાપ્ત થઈ છે. જેમાં મળેલી ફરિયાદો અન્વયે કુલ 150.57 લાખની વસૂલાત (Recovery From Mineral thieves In Gandhinagar) કરવામાં આવી છે. એક ફરિયાદ અરજી અન્વયે કુલ 7.10 લાખની દંડકીય વસૂલાત પણ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરિયાદ અરજીમાં 1.12 લાખની વસૂલાત અન્વયે નોટિસ પાઠવવામાં આવી છે. અન્ય 77 ફરિયાદ અરજીઓમાં ગેરરીતિ ન જોવા મળી હોવાનો રાજ્ય સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ધણપ ચેકપોસ્ટ પાસે મૃત પશુઓની દુર્ગંધથી ભૂસ્તર વિભાગના કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ગયા

વધુ 8 અરજી અને ફરિયાદ ઉપર કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરી બાબતે ફરિયાદ અરજીઓ અન્વયે કુલ 101 ઈસમો પાસેથી દંડ વસૂલાત કરવામાં આવી છે, જે કુલ રકમ 150.57 લાખ થઈ રહી છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરી બાબતે અનેક વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.