- મહેંદીએ શાહીબાગ પોલિસ સ્ટેશનમાં સચિન વિરૂદ્ધ અરજી કરી હતી
- નવેમ્બર 2019માં મહેંદીએ ગાંધીનગર જીવન આસ્થામાં ફોન કર્યો હતો
- પત્ની અને સંતાનો છે એ વાત સચિને મહેંદીથી આ પહેલાં છુપાવી હતી
ગાંધીનગર : સચિન દીક્ષિતના રિમાન્ડ આવતીકાલે બે વાગ્યે પુરા થઇ રહ્યા છે ત્યારે પોલીસ પાસે એક પછી એક પુરાવો સામે આવી રહ્યા છે. મહેંદી અને સચિનને લઈને ગાંધીનગર પોલીસે પણ એક સ્પેશિયલ ટીમ બનાવી છે. જેમાં પહેલા મહેંદીએ (Mehndi Murder Case) સચિન વિરુદ્ધ શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. મહેંદી અને સચિન વચ્ચે આ પહેલા ઝગડા થઈ ચૂક્યા હતા. એ વાત પણ આ પુરાવાઓના આધારે સાબિત થઈ ચૂકી છે. ત્યારે ગાંધીનગર રેન્જ આઇ.જીએ મીડિયા સમક્ષ કેટલી વાતો વિસ્તારથી કહી હતી.
આ બન્નેના ઘરે આ પ્રેમપ્રકરણની જાણ હતી
રેન્જ આઇ.જી. અભય ચૂડાસમાએ કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ માહિતી મળી છે કે, આ બન્નેના ઘરે આ પ્રેમપ્રકરણની જાણ હતી. જો કે એ જાણ નહોતી કે, સચિન આ રીતે મહેંદી (Mehndi Murder Case) અને સંતાન સાથે વડોદરામાં રહે છે. પોલીસ તપાસમાં આ પહેલાં પરિવારજનોએ આ વાત છુપાવી હતી. 08 ઓકટોબરે સામે આવેલા કેસમાં 5 દિવસ પછી આ વાત સાચી સામે આવી હતી. જો કે બહુ પહેલાંથી પરિવારને આ અફેરની જાણ થઈ ચૂકી હતી.
54 મિનિટ સુધી ચાલ્યો હતો મહેંદીનો ફોન
રેન્જ આઇ.જી. અભય ચુડાસમાએ કહ્યું કે, ગાંધીનગર એસ.પી. ઓફિસમાં કાઉન્સિલિંગ માટે જીવન આસ્થા હેલ્પ લાઇન ચાલે છે. 01 નવેમ્બર 2019ના દિવસે મહેંદીએ (Mehndi Murder Case) ગાંધીનગરની જીવન આસ્થા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. આ ફોન 54 મિનિટ સુધી ચાલ્યો હતો. જેમાં તેણે મારે બોય ફ્રેન્ડ સાથે જવું કે પતિ સાથે જવું તે વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પણ પોતાની મન:સ્થિતિ વિશે જણાવ્યું હતું પરંતુ હેલ્પ લાઈને પરિવાર સાથે જવું જોઈએ તેવી સલાહ આપી હતી.
મહેંદીએ શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં સચિન દીક્ષિત વિરૂદ્ધ અરજી કરી હતી
તેમણે વધુમાં કહ્યું કે, મહેંદીએ (Mehndi Murder Case) શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનમા સચિન દીક્ષિત વિરૂદ્ધ પણ અરજી કરી હતી અને એ વખતે શાહીબાગ મહિલા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. બંને પરિવારે ભેગા થઈ આ વસ્તુને સેટલ કરી હતી. આ બાબત ઘણા સમયથી ચાલતી હતી. શાહીબાગની અરજીમાં તેમણે લખ્યું છે કે, સચિનની વાઇફના હાથમાં મહેંદીનો મોબાઇલ આવી ગયો છે. ત્યારે મહેંદીને નહોતી ખબર કે તે પરિણીત પણ છે અને સચિનને સંતાન પણ છે. તે બધી વાતથી સૌ પહેલા મહેંદીને સચિને અજાણ રાખી હતી. પરંતુ ખબર પડયા બાદ સચિન 30 લાખ રૂપિયા આપી છૂટાછેડા લઈ લઈશ અને તને કેનેડા લઇ જઇશ તે પ્રકારની વાતો કરતો હતો.
મહેંદીએ જીવન આસ્થા હેલ્પ લાઇનને આ વાત જણાવી હતી
મહેંદીએ (Mehndi Murder Case) જીવન આસ્થા હેલ્પલાઇનમાં ફોન કરીને જણાવ્યું હતું કે, મારો પતિ ઉત્તર પ્રદેશનો છે હું કોઈને ત્યાં ઓળખતી નથી એટલા માટે મને ત્યાં સલામતી નથી લાગતી મારે શું કરવું જોઈએ. ત્યારે જીવન આસ્થાએ તેને પતિ સાથે પાછા જવા માટે જણાવ્યું હતું. હેલ્પ લાઈનમાં દરેકની ઉંમર, સાઇકોલોજિકલ ઇસ્યુ છે? માનસિક સ્થિતિ કેવી છે? શું સલાહ આપવામાં આવી? તેનો રેકોર્ડ પણ રાખવામાં આવે છે. ત્યારે હેલ્પ લાઈને કહેલું તમારે એક પણ વખત તમારા બોયફ્રેન્ડ પાસે ન જવું જોઇએ. પતિ સાથે જે કંઈ પણ પ્રોબ્લમ છે એ બેસીને સોલ કરવા જોઈએ. અભય ચુડાસમાએ મીડિયા સમક્ષ આમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ સચિન દીક્ષિતના પહેલા દિવસના રિમાન્ડમાં આ પ્રકારની તપાસ આવી સામે
આ પણ વાંચોઃ Abandoned child case: સચિન દીક્ષિતનો કરાશે DNA ટેસ્ટ, વધુ તપાસ અને પૂછપરછના આધારે પોલીસ કરશે કાર્યવાહી