ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસ હવે કાબૂની બહાર છે. ગત કેટલાય દિવસથી દરરોજ 1000થી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે, ત્યારે સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે નવરાત્રી ઇવેન્ટ મેનેજમેન્ટના સભ્યોએ મુલાકાત લઈને નવરાત્રી યોજવા માટેની રજૂઆત કરી હતી. જેમાં સરકારે 30 ઓગસ્ટ સુધી જાળવી જવા જણાવ્યું છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાત રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને શ્રાવણ માસમાં આવનારા તમામ તહેવારો રદ કર્યા છે, જ્યારે નવરાત્રીની હજૂ વાર છે. જેથી કેન્દ્ર સરકાર જે પ્રકારની ગાઈડલાઈન્સ બહાર પાડશે, તેને ધ્યાનમાં લઈને જ નવરાત્રી યોજવી કે ના યોજવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના 6 મહિના અગાઉ જ તમામ પાર્ટી પ્લોટ તથા ઓરકેસ્ટ્રાનું આયોજન કરી લેવામાં આવતું હોય છે, ત્યારે COVID-19ના કારણે આ વર્ષે નવરાત્રીનું આયોજન થઈ શક્યું નથી.