ગાંધીનગર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે બુધવારે સવારે 10:30 કલાકે સ્વર્ણિમ સંકુલ 1 (Meeting at Swarnim Sankul 1 today) ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 24, 25, 26 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન અને 18 જાન્યુઆરીના રોજ મહેસુલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને મેળા (Poor welfare fair, revenue fair will discussed) બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ બાબતે થશે ચર્ચા
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બોંબ બ્લાસ્ટની (Ahmedabad Serial Bomb Blast Case) ઘટના બની હતી. તેમાં 28 જેટલા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. જ્યારે અન્ય તમામ આરોપીઓને સજા કોર્ટ દ્વારા બુધવારના રોજ સંભળાવવામાં આવશે ત્યારે કોર્ટ દ્વારા સંભળાવેલી સજાને કેબિનેટમાં પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી સત્તાવાર રીતે રાજ્ય સરકારના નિવેદન પણ આપશે.
આ પણ વાંચો: પાંચ નગરપાલિકાઓમાં શહેરી વિકાસ યોજનામાં પાણી પુરવઠાની યોજનાઓને મંજૂૂરી
કોરોના કેસમાં ઘટાડો
રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે હવે ધીમે ધીમે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં ત્રણ હજારની આસપાસ પોઝિટિવ કેસ આવ્યા છે. રાજ્યના 8 મહાનગર પાલિકા અને 17 શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યું છે. 11ફેબ્રુઆરીના રોજ ગાઇડલાઇન પૂર્ણ થઇ રહી છે, ત્યારે નવી ગાઇડલાઇનમાં અનેક શહેરોને રાત્રી કર્ફ્યુ માંથી મુક્તિ મળે તે બાબતની પણ ચર્ચા વિચારણાં અન્ય પ્રધાનો સાથે કરવામાં આવશે. ત્યારબાદ કોર કમિટીમાં સત્તાવાર રીતે નિર્ણય જાહેર કરવામાં આવશે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડા પોલીસ કમિશ્નર બદલાય તેવી શક્યતાઓ
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ રાજકોટ પોલીસ કમિશનર વિરુદ્ધ ફરિયાદ કરી છે, ત્યારે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે તપાસ કમિટીની નિમણૂક કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ તપાસ કરી તે પછી અને કઈ રીતના તપાસ થઇ રહી છે તે તમામ બાબતની માહિતી કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આ બાબતે ખાસ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. જ્યારે હવે વિધાનસભા ઇલેક્શન નજીક છે ત્યારે IPS અધિકારીઓની બદલીની પણ તૈયારીઓ થઇ રહી છે, ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડા પોલીસ કમિશ્નર બદલાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.