ETV Bharat / city

વિદ્યાર્થીઓના L.Cમાં લખાશે Mass Promotion, શિક્ષણ વિભાગે કરી જાહેરાત - શિક્ષણ વિભાગ

કોરોની વૈશ્વિક મહામારીના કારણે રાજ્ય સરકારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરીને નિયમિત વિદ્યાર્થીઓને Mass Promotion આપવાની જાહેરાત કરી છે, ત્યારે આ તમામ વિદ્યાર્થીઓના સર્ટિફિટેકમાં Mass Promotion લખવામાં આવશે.

વિદ્યાર્થીઓના L.Cમાં લખાશે Mass Promotion

author img

By

Published : Jun 8, 2021, 4:37 PM IST

  • રાજ્યના શિક્ષણ વિભાગનો નિર્ણય
  • ધોરણ 10ના વિદ્યાર્થીઓના LCમાં લખવું પડશે Mass Promotion
  • અગાઉ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મોકલ્યા હોવાનું લખાતું હતું
  • Mass Promotionને લીધે શિક્ષણ વિભાગે કરી જાહેરાત

ગાંધીનગર: કોરોની વૈશ્વિક મહામારીના કારણે રાજ્ય સરકારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરીને નિયમિત વિદ્યાર્થીઓને Mass Promotion આપવાની જાહેરાત કરી છે, ત્યારે જૂન મહિનાના અંત સુધીમાં વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. જેમાં આજે મંગળવારે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ પર Mass Promotionનું રિમાર્ક લખવામાં આવશે.

આ પણ વાંચોઃ ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી

પહેલાં કેવો હતો નિયમ?

Mass Promotion રાખવા બાબતે રાજ્યના શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલ સાથે ટેલિફોનિક વાત કરતાં પટેલે જણાવ્યું હતું કે, પહેલાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા યોજાય ત્યારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ ઉપર ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં મોકલ્યા તેવું રિમાર્ક લખવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે ધોરણ બોર્ડની પરીક્ષા યોજાવાની જ નથી અને તમામ વિદ્યાર્થીઓને Mass Promotion આપવાનું છે, ત્યારે LCમાં Mass Promotion જ લખવામાં આવશે. આ બાબતે શિક્ષણ વિભાગે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે.

વિદ્યાર્થીઓના L.Cમાં લખાશે Mass Promotion
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

જૂનના અંત સુધીમાં પરિણામ અને જુલાઈમાં પ્રવેશ પ્રક્રિયા

શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેનું માર્ગદર્શન પણ તમામ શાળાઓના આચાર્યોને અને વહીવટી તંત્રને આપી દેવામાં આવ્યું છે, ત્યારે જૂનના અંત સુધીમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને જુલાઈમાં ધોરણ 11માં અને ડિપ્લોમા માટેની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ 17 જૂન સુધીમાં તમામ શાળાઓએ વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની સાઇડ ઉપર અથવા તો બોર્ડ દ્વારા તૈયાર કરેલા પોર્ટલ પર મુકવાનું રહેશે. ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામની ખરાઇ કર્યા બાદ અંતિમ પરિણામ જાહેર કરશે.

આ પણ વાંચોઃધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવા શિક્ષણ વિભાગે બાયસેગ દ્વારા યોજી વીડિયો કોન્ફરન્સ

રિપીટર વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય નહીં

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા સદંતર રદ કરીને વિદ્યાર્થીઓને Mass Promotion આપવાની જાહેરાત કરી છે. આ Mass Promotionની જાહેરાત ફક્ત નિયમિત વિદ્યાર્થીઓને જ લાગુ પડે છે અને રિપીટર વિદ્યાર્થીઓ માટે હજુ પરીક્ષા યોજવી કે ના યોજવી? રિપીટર વિદ્યાર્થીઓને Mass Promotion આપવું કે ના આપવું તે અંગે રાજ્ય સરકાર દ્વારા હજી સુધી કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.