ગાંધીનગર : રાજ્ય સરકારે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે રાજ્યના માર્કેટિંગ યાર્ડ ખોલવાનું નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં લઇને 1 મેથી ટેકાના ભાવે ચણા, ઘઉંના ટેકાના ભાવે ખરીદી સરકારે જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં મબલખ આવક થઇ હોવાની માહિતી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે આપી હતી.
અશ્વિનીકુમારે વધુ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં હવે કપાસની ખેતીના જે ભાગ છે તે વેચી શકાશે. આ સાથે જ ચણા, રાયડાની ગુજકોમાસોલ દ્વારા ખરીદી કરવામાં આવી રહી હતી. 1 મેના રોજ ખરીદી શરૂ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 24,370 મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. ઉપરાંત રાયડો 2 લાખ મેટ્રિક ટન, તુવેર 3000 મેટ્રિક ટન અને 13 લાખ ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી છે.
જ્યારે ગુજરાત રાજ્યમાં હવે પોતાના વતન જવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ મિની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 302 ટ્રેનમાં 3.95 હજાર શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. જ્યારે આજે વધુ 47 ટ્રેન યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશા તરફ જવા ફ્લેગ ઑફ કરવામાં આવશે.