ગાંધીનગરઃ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ અયોધ્યા મંદિરના શિલાન્યાસને લઈને ખુશીની સાથે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, અયોધ્યા મંદિર બને તે માટે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી દ્વારા સોમનાથ મહાદેવ મંદિરથી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તેમનો પણ સાથસહકાર માગવામાં આવ્યો હતો. ત્યારે બાપુએ તેમને સમર્થન આપ્યું હતું. અનેક લોકોનું સ્વપ્ન હતું કે રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ, જે આવતીકાલે પૂરું થઈ રહ્યું છે.
ભગવાન રામ સૌ ભક્તોનાં છે, ભાજપ પૂરતાં સીમિત ન રહેવાં જોઇએ : શંકરસિંહ વાઘેલા ભગવાન રામના મંદિરો દુનિયામાં અનેક જગ્યાએ છે જ્યારે પહેલી વખત અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ રાજીવ ગાંધીએ દલિતની દીકરીના હાથે કરાવ્યું હતું. જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મળ્યો હતો પરંતુ આ રેલીમાં ઉમા ભારતી, લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ક્યાં છે તે કોઈને ખબર નથી, આમંત્રણ આપવામાં આવ્યું છે કે નહીં તે પણ ખબર નથી. અને કારસેવકો શહીદ થયાં હતાં. ત્યારે આ મંદિર ભારતીય જનતા પાર્ટીનું ન બનવું જોઈએ. ભગવાન રામ દેશમાં રહેતાં તમામ લોકોના છે, તેની સાથે બાપુએ રામ મંદિર નિર્માણ માટે શુભકામનાઓ પાઠવી હતી.
ભગવાન રામ સૌ ભક્તોનાં છે, ભાજપ પૂરતાં સીમિત ન રહેવાં જોઇએ : શંકરસિંહ વાઘેલા