- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 80મી સ્પીકર કોન્ફરન્સ
- વર્ષ 1921થી શરૂ કરવામાં આવી છે સ્પીકર કોન્ફરન્સ
- બીજી વખત ગુજરાતમાં યોજાશે સ્પીકર કોન્ફરન્સ
- તમામ વિધાનસભાના અધ્યક્ષ અને સચિવો રહેશે હાજર
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવાની જાહેરાત કરી હતી. ત્યારે સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવે તે ધ્યાનમાં લઈને પીએમ મોદીએ તમામ રાષ્ટ્રીય કાર્યક્રમ કેવડિયા ખાતે કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે 25 અને 26 નવેમ્બરના રોજ કેવડિયા કોલોની ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાબતે 24 નવેમ્બરના રોજ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પત્રકાર પરિષદ સંબોધી હતી, આ દરમિયાન જાહેરાત કરી હતી કે, સમગ્ર દેશના તમામ વિધાનસભાના અધ્યક્ષ અને સચિવો હાજર રહેશે, તેમજ સ્પીકર કોન્ફરન્સની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પ્રવચનથી કરવામાં આવશે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પત્રકાર પરિષદ સંબોધી કોંફરન્સની શરૂઆત રાષ્ટ્રપતિના પ્રવચનથી અને અંત પીએમ મોદીના સંબોધનથી 25 નવેમ્બરના રોજ ગુજરાતના કેવડિયા કોલોની ખાતે શરૂ થઇ રહેલા ઓલ ઇન્ડિયા સ્પીકર કોન્ફરન્સની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પ્રવચનથી કરવામાં આવશે, જ્યારે 26 નવેમ્બરના રોજ સ્પીકર કોન્ફરન્સ પૂર્ણ થશે. આ કોન્ફરન્સમાં સમગ્ર દેશમાં કાયદાનું નિયમન અને પ્રજાલક્ષી પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદી સંબોધન કરીને કોન્ફરન્સનું સમાપન કરાવશે.26 નવેમ્બર મહત્વનો સાબિત થશે કેમ ? લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એ ઓલ ઇન્ડિયા ઓફિસર કોન્ફરન્સની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 25 અને 26 નવેમ્બરના રોજ કેવડિયા નર્મદા ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 26 નવેમ્બરનો દિવસ લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસને બંધારણ દિવસ અને સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આ દિવસે સ્પીકર કોન્ફરન્સનું આયોજન રાખવામાં આવ્યું છે. તે મહત્ત્વનું ગણવામાં આવશે.કોન્ફરન્સમાં 3 સત્ર રહેશેનર્મદા કેવડિયા કોલોની ખાતે યોજાનારી કોન્ફરન્સના બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો વિષય સબ લોકશાહી માટે વિધાયિકા કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય કરવો તે વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે. આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચાર વિમર્શ માટે 3 અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાના પેન્ટિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્ર અને વધુ સશક્ત બનાવવા માટે શાસન ગણે મૂળભૂત અંગો સાંસદ વિધાનસભા, વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પરસ્પર સહયોગ સામાન્ય તથા વધુ સુદઢ જરૂરીયાતો પર વિચાર કરવામાં આવશે.બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર પ્રદર્શન
આ સંમેલન અંતર્ગત કેવડિયામાં બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર આધારિત એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનની પૂર્ણાહુતિ બાદ સાત દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવશે. જ્યારે આ પ્રસંગે વિવિધ ઓફિસ દ્વારા સ્ટડી પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે.
ઉપરાંત વડાપ્રધાન મોદી સૌ પ્રથમ વખત આ સંમેલનનો હિસ્સો બનશે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નિવેદન આપ્યુ હતું.