ગાંધીનગર : ભારત સરકાર દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલી નવી એડવાઈઝરી મુજબ વાહનના ફિટનેસ, પરમીટ (તમામ પ્રકાર), લર્નીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ અથવા મોટર વ્હીકલ એક્ટ-1988 તથા તેના નિયમો હેઠળના તમામ દસ્તાવેજોની વેલિડિટી તા.30મી સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે.
જે અંતર્ગત તારીખ 1 ફેબ્રુઆરી 2020 ના રોજ પુરી થતી હોય અથવા 30મી સપ્ટેમ્બર 2020 સુધીમાં પુરી થનાર હોય તેવા દસ્તાવેજોને તા.30મી સપ્ટેમ્બર 2020 સુધી માન્ય ગણવામાં આવશે. આ બાબતની જાણ પોલીસ તથા આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ.ને કરવામાં આવી છે.