ETV Bharat / city

લોક અદલાતની જેમ મહેસૂલ વિભાગના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ માટે 36 કમિટી રચાઈ

author img

By

Published : Dec 9, 2020, 8:14 AM IST

ગાંધીનગરમાં આવેલા સચિવાલય ખાતેના મહેસૂલ વિભાગના વર્ગ-3 અને વર્ગ-4ના સરકારી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે “લોક અદાલત” જેવું તંત્ર ઊભું કરવામાં આવ્યું છે. આ સાથે જ લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.

લોક અદલાતની જેમ મહેસૂલ વિભાગના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ માટે 36 કમિટી બનાવાઈ

  • લોક અદાલતની જેમ મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે કમિટી બનાવાઈ
  • વર્ગ-3 અને વર્ગ- 4ના કર્મચારીઓ માટે 36 કમિટીની રચના કરવામાં આવી
  • સચિવ જમીન સુધારણાના અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારે મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે, જેના પરિણામે અનેકવિધ મહેસૂલી સુધારા આ રાજ્ય સરકારે કર્યા છે. જેના સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં પણ સરળ અને ઝડપી કાર્યવાહી થાય તે માટે લોકઅદાલત જેવા તંત્રથી ખાતાકીય તપાસના કેસોનો ઝડપથી નિકાલ થશે.

જિલ્લા પ્રમાણે કમિટીની રચના કરવામાં આવી

મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં સરળ અને ઝડપી કાર્યવાહી માટે તા.17 જુલાઈ 2020થી લોક અદાલત જેવું તંત્રની શરૂઆત કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે, જે અન્વયે મહેસૂલ વિભાગ હસ્તકના 33 જિલ્લા કલેક્ટર કક્ષાએ તેમ જ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, સુપ્રરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ તથા નોંધણી સર નિરિક્ષકની ખાતાના વડાઓની કક્ષાએ એમ કુલ 36 ઉચ્ચ કક્ષાની સમિતિઓની રચના કરવામાં આવી છે.

વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના પ્રશ્નોના નિકાલ માટે મહત્ત્વની સાબિત થશે

કુલ 36 ઉચ્ચ કક્ષાની સમિતિઓની રચના કરવામાં આવી છે. તે જ રીતે હવે સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-3 અને વર્ગ-4ના સરકારી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે લોક અદાલત જેવું તંત્ર ઊભુ કરવા માટે મહેસૂલ વિભાગના 02/12,2020ના ઠરાવથી જમીન સુધારણા કમિશનર અને હોદ્દાની રૂએ સચિવના અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં મહેસૂલ વિભાગના અધિક/સંયુક્ત/નાયબ સચિવ (તપાસ) આ સમિતિના સભ્ય અને મહેસૂલ વિભાગના અધિક/સંયુક્ત/નાયબ સચિવ(મહેકમ) સભ્ય સચિવ રહેશે.

ખાતાકીય તપાસ ઝડપી થશે
સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ કે જેઓને હળવી અથવા ભારે શિક્ષા કરવા માટે આરોપનામું બજાવવામાં આવ્યું છે તેવા કર્મચારી બચાવનામું રજૂ કરે તે તબક્કે આ ઉચ્ચ કક્ષાની સમિતિ સમક્ષ તેમનો કેસ રજૂ થાય તેમ ઈચ્છતા હોય તો તેઓને નિયત નમૂનામાં શિસ્ત અધિકારીને અરજી કરવાની રહે છે. શિસ્ત અધિકારીએ તે પરત્વે વિચારણા કરી કેસ સમિતિ સમક્ષ રજૂ કરાવવાનો નિર્ણય કરશે. આમ, તેમના કેસનો શિસ્ત અધિકારી અને કર્મચારીની પરસ્પરની સંમતિથી સત્વરે નિકાલ આવી શકે, જેથી આ વ્યવસ્થાથી સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-3 અને વર્ગ-4ના સરકારી કર્મચારીઓ સામેના ખાતાકીય તપાસના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થશે તેમ જ લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.