ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 થી પણ ઓછા કેસ નોંધાયા, 16 લોકોને ડીસ્ચાર્જ કરાયા - Corona Update Gujarat

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 1 પોઝિટિવ કેસ, જ્યારે 3 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. વડોદરામાં સૌથી વધુ 4 કેસ નોંધાયા છે.

Gandhinagar News
Gandhinagar News
author img

By

Published : Sep 5, 2021, 9:00 PM IST

  • રાજ્યમાં રવિવારે 14 કેસ નોંધાયા
  • વડોદરા કોર્પોરેશનમાં સૌથી વધુ 4 કેસ નોંધાયા
  • 16 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ આ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. 5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 14 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી 5 કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરત, ભાવનગર કોર્પોરેશન વિસ્તાર ઉપરાંત નવસારીમાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રવિવારે 4,80,410 લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા

5 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 4,80,410 કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે રવિવારે ગુજરાતમાં 18 થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 1,88,370 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 1,54,620ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 4,91,03,453 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 150 થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 146 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 141 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,262 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.