- 19 સપ્ટેમ્બરે માત્ર 8 પોઝિટિવ કેસો નોંધાયા
- 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
- અમદાવાદમાં એક પણ કેસ નહીં
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 19 સપ્ટેમ્બરના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી. એ મુજબ છેલ્લા 24 કલાકમાં 8 જ પોઝિટિવ કેસ નોંધાયા છે, કોરોનાના પોઝિટિવ કેસની આ સ્થિતિ રહી તો બિલકુલ કેસ જીરો થઈ જશે. કોર્પોરેશન વિસ્તારમાં પણ કોરોનાના કેસ ઘટ્યા છે. અમદાવાદમાં એક પણ કેસ નથી, જ્યારે સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, વલસાડમાં 1 અને વડોદરા ગ્રામ્યમાં 1 એમ 8 કેસ નોંધાયા છે.
કોરોનાની વર્તમાન સ્થિતિ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 136 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 133 કેસો સ્ટેબલ છે, જ્યારે વેન્ટિલેટર 3 દર્દીઓ છે. અત્યારસુધી સરકારની આ યાદી મુજબ 10,082 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 81,5,505 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 2,52,407 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્ય સરકારની યાદી મુજબ આજે 19 સપ્ટેમ્બરે 2,52,407 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે, ત્યારે આજે અઢી લાખ આસપાસ રસીકરણ થયું છે. જો કે, ક્યારેક 3થી 4 લાખ સુધી રસીકરણ થતું હોય છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ મળી અત્યારે 18 વર્ષથી 45 વર્ષનાને આજે 27,7,92 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો, જ્યારે બીજો ડોઝ 41,624 લોકોને અપાયો છે. તેવી જ રીતે અન્ય લોકોને પણ રસી આજના દિવસે અપાઈ હતી. અત્યારસુધી 5,66,87,540 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.