ETV Bharat / city

જાણો ગાયના છાણમાંથી કેવી રીતે મહિલાઓએ બનાવી ડિઝાઈનર રાખડીઓ - Learn how women make designer ashes from cow dung

આ વર્ષની રક્ષાબંધન ઓર્ગેનિક રાખડીઓનો ટ્રેન્ડ ગાંધીનગરમાં જોવા મળ્યો છે. ખાસ કરીને જુનાગઢની સખી મંડળની બહેનોએ ગાયના છાણ ગૌ મૂત્ર હળદળ પાઉડર વગેરે નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરી રાખડીઓની ડિઝાઇન કરવામાં આવી છે. આ રાખડીઓ પાણીમાં પધરાવતા તેનું ખાતર પણ બને છે. આવી જુદી જુદી ઓર્ગનીક ડિઝાઈનર રાખડીઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

રાખડી
રાખડી
author img

By

Published : Aug 8, 2021, 2:10 PM IST

  • રાખડીમાંથી ઓર્ગેનિક ખાતર પણ બનશે
  • ગાંધીનગરમાં યોજાયેલ એક્ઝિબિશનમાં ઓર્ગેનિક રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર
  • જૂનાગઢની મહિલાઓ હવે બનાવી રાખડીઓ

ગાંધીનગર : અત્યારે ઓર્ગેનિક પ્રોડકટ લોકો પસંદ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે રક્ષાબંધનમાં ઓર્ગેનિક રાખડીઓનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ગાંધીનગર ખાતે સેક્ટર 7 ખાતેના કોમ્યુનિટી હોલમાં એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. જેમાં ગાયના છાણમાંથી બનાવેલી રાખડી જોવા મળી હતી. જુદા-જુદા પ્રકારની ડિઝાઇનર રાખડીઓ આ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

રાખડી જૂનાગઢની સખી મંડળની બહેનોએ બનાવી

જુનાગઢથી લઇ ગાંધીનગર સુધી આ પ્રકારની રાખડીઓનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કેમકે, આ રાખડી જૂનાગઢની સખી મંડળની બહેનોએ બનાવી છે. જેમાંથી જે ઇન્કમ આવશે તે સખી મંડળની બહેનો અને ગૌશાળાને અપાશે. આ રાખડીઓ કંઇક વિશિષ્ટ રીતે બને છે જેને તમે ઘરે પણ બનાવી શકો છો.

ગાંધીનગરમાં યોજાયેલ એક્ઝિબિશનમાં ઓર્ગેનિક રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

આ રીતે તમે ઘરે પણ બનાવી શકો છો રાખડીઓ

જૂનાગઢના કોયલી ગામના ગોપી મંગલમ ગ્રુપ અને કામધેનુ ગીર ગૌશાળાની મહિલાઓએ મળી આ રાખડીઓ બનાવી છે. જેમાં સૌ પ્રથમ ગોબર, તુલસીના પાનનો પાઉડર, હળદર, ગૌ મૂત્રનો અર્ક, ગુલાબ પાવડરને મિક્સ કરવું, મિક્સ કર્યા બાદ તેને તૈયાર બીબામાં ઢાળી મોલ્ડ કરવું, સુકાયા બાદ બીબાની આ ડિઝાઇન બહાર આવશે. ત્યાર બાદ રૂટિન પ્રક્રિયા કરી રાખડી બનાવી શકાય છે. રાખડીની બીજી વિશેષતા એ છે કે તેને કુંડામાં પધરાવવાથી તેમાંથી ઓર્ગેનિક ખાતર પણ બને છે. જેથી પ્રકૃતિ માટે આ શ્રેષ્ઠ ઓર્ગનીક રાખડી કહી શકાય.

આ પણ વાંચો: કચ્છમાં છાણ અને ગૌમુત્રના મિશ્રણ સાથે બનેલી સંજીવની રાખડી લોકોને ઊર્જા આપશે

સખી મંડળની મહિલાઓને રોજગારી મળી રહેશે

ઓર્ગેનિક રાખડી બનાવવાનો કન્સેપ્ટ જેનો છે તેવા ભાવનાબહેને ત્રામ્બડિયાએ કહ્યું કે, ખાસ કરીને અમારી સખી મંડળની બહેનોને રોજગારી મળી રહે અને એક ઓર્ગેનિક પ્રકારની રાખડીઓ માર્કેટમાં આવે તે હેતુથી અમને આ વિચાર આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ અમે ગાયના ગોબરમાંથી નાના રમકડા બનાવતા હતા જે પછીથી રક્ષાબંધનને જોતાં રાખડીઓ બનાવવાનો વિચાર આવ્યો. અમે આ માટે youtube પર સર્ચ કર્યું તો તેના મોલ્ડ પણ મળી શકે છે. જેથી અમે લઈ આવ્યા અને આ પદ્ધતિથી રાખડીઓ બનાવી.

જાણો ગાયના છાણમાંથી કેવી રીતે મહિલાઓએ બનાવી ડિઝાઈનર રાખડીઓ

સખી મંડળની મહિલાઓને જોડીને રોજગારી પણ આપી

આ પ્રવૃતિમાં સખી મંડળની મહિલાઓને જોડી જેઓને રોજગારી પણ આપી. 10થી 12 દિવસમાં અમે 5,000 જેટલી રાખડીઓ બનાવી છે. 20થી લઈ 30 રૂપિયામાં મળતી આ રાખડીમાંથી જે આવક આવશે તે અમે અમારી ગૌ શાળા ચલાવીએ છીએ ત્યાં ગાયોના ઘાસચારા માટે તેમજ મહિલાઓને તેમની રોજગારી માટે આપવામાં આવશે.

આ પણ વાંચો: ભૂજમાં બને છે છાણ અને ગૌમુત્રના મિશ્રણ સાથે ઓર્ગેનિક રાખડી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.