- વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે લોકાર્પણ
- યૂ. એન. મહેતા હોસ્પિટલ, જૂનાગઢના રોપ-વે પ્રોજેક્ટ અને કિસાન સૂર્યોદય યોજનાનું કરશે લોકાર્પણ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉર્જા પ્રધાન સૌરભ પટેલ જૂનાગઢમાં હાજર રહેશે
ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓકટોબરના દિવસે ગુજરાતના મહત્વના 3 પ્રોજેક્ટ એવા કે, ગિરનાર રૉપ-વે અમદાવાદને યુ. એન. મહેતા હોસ્પિટલનું લોકાર્પણ અને કિસાન સૂર્યોદય યોજનાનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે તેવી હોવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી. આમ ETV BHARAT દ્વારા 16 ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવેલા અહેવાલને રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે મંજૂરીની મહોર મારી છે.
470 કરોડના ખર્ચે 850 બેડની યૂ. એન. મહેતા હોસ્પિટલ તૈયાર
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં હૃદયરોગની સારવાર કરતી યૂ. એન. મહેતા હોસ્પિટલને ફરીથી નવેસરથી મોટી બનાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે યૂ. એન. મહેતા હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ બની ગઈ છે. 470 કરોડના ખર્ચે યૂ. એન. મહેતા હોસ્પિટલનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. હવે 24 ઓકટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 850 બેડ ધરાવતી યૂ. એન. મહેતા હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે.
PM મોદી કરશે ગિરનાર રૉપ-વેનું ઈ-લોકાર્પણ
જૂનાગઢના ગિરનાર પર્વત પર જે છેલ્લા 8 વર્ષથી કાયદાની આંટીઘુંટીમાં ફસાયો હતો. આ પ્રોજેક્ટ પણ હવે પૂર્ણ થઇ ચુક્યો છે. ત્યારે જૂનાગઢ ગિરનાર રૉપ-વેનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
કિસાન સૂર્ય યોજનાની જાહેરાત કરશે
જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લામાં ખેડૂતોને વીજળી આપવા માટેની કિસાન સૂર્ય યોજનાની જાહેરાત પણ આ વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓકટોબરના રોજ ગુજરાતના મહત્વના 3 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિના આઠમનાં દિવસે ગુજરાતમાં મહત્વના ત્રણ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદ સિવિલ કેમ્પસમાં તૈયાર થયેલી યુ.એન.મહેતા હોસ્પિટલ, જૂનાગઢ ગિરનાર પર તૈયાર થયેલો રોપ વે તથા ભાવનગરની ધોધા ફેરી સર્વિસ સામેલ છે.